ઇન્ડિયન મેડીકલ એસોસિએશન માંગરોળ બ્રાન્ચ દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું

0

ખાનગી હોસ્પિટલોમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ICU સહિત અમુક જાેગવાઈઓ લાગુ કરવા સુચનાઓ સાથે સરકાર દ્વારા રાજ્યભરની હોસ્પિટલોને સાત દિવસમાં પાલન કરવા નોટીસને લઈ ઇન્ડિયન મેડીકલ એસોસિએશન માંગરોળ બ્રાન્ચ દ્વારા આ આદેશનો વિરોધ દર્શાવી જણાવ્યું હતું કે આ સાત દિવસમાં ICUની વ્યવસ્થામાં ફેરફાર કરવા શક્ય નથી. તેમજ માટાભાગની હોસ્પિટલો ઉપરના ભાગે આવેલ તેને તાત્કાલિક ફેરફાર કરવો શક્ય નથી. આ સહિતના અન્ય ર્નિણયો પણ એકપક્ષી લેવાયા છે તેથી આવા ર્નિણય ડોક્ટરોની સમિતી સાથે ચર્ચા કરી પછી લેવામાં આવે તેવી માંગ સાથે ડો. ભાર્ગવ પંડિત, ડો. ધોડીયા, ડો. શામળા, ડો. શમ્મા, ડો. પરમાર સહિતના ડોક્ટરની હાજરીમાં માંગરોળ મામલતદારને આવેદનપત્ર પાઠવી એક દિવસીય હડતાળ ઉપર ઉતર્યા હતા અને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.

error: Content is protected !!