ગીર સોમનાથ જિલ્લાનાં ૨૦૦ જેટલા દવાખાનાઓ બંધ રહયા અને ૩૦૦ જેટલા તબીબો હડતાળ ઉપર ઉતરતા દર્દીઓને હાલાકી

0

રાજય સરકાર દ્વારા ફાયર સેફ્ટી અને એન.ઓ.સી.માં કરાયેલા નવા ફેરફારને લઇને ખાનગી તબીબોમાં વિરોધનો સુર ઉઠયો છે. જેના વિરોધમાં ગઈકાલ સવારથી રાજ્યભરમાં ખાનગી હોસ્પીટલો અને તબીબોએ પોતાના કલીનીકો ૨૪ કલાક માટે બંધ કરી તમામ પ્રકારની સારવારથી દુર રહેવા હડતાલ ઉપર ઉતર્યા છે. જેમાં વેરાવળના ૭૦ જેટલી ખાનગી હોસ્પીટલો અને ૧૦૦ જેટલા તબીબો ઉપરાંત જિલ્લાભરની ૨૦૦ જેટલી હોસ્પીટલો અને ૩૦૦ જેટલા તબીબો હડતાલમાં જાેડાયા છે. જેના લીધે અનેક દર્દીઓને હાલાકી ભોગવવાની સાથે સરકારી હોસ્પીટલનો સહારો લેવો પડ્યો હતો. રાજ્યભરમાં ઈન્ડીયન મેડીકલ એસોસિએશનના નેજા હેઠળ ખાનગી હોસ્પીટલો બંધ રાખી તબીબો હડતાલ ઉપર ઉતર્યા છે. જેમાં ગીર સોમનાથ જિલ્લાના ૨૦૦ જેટલી હોસ્પીટલો અને દવાખાનાઓના ૩૦૦ જેટલા તબીબો હડતાલમાં જાેડાયા છે. ગઈકાલે ફિઝિશિયનથી લઈને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ અને સર્જન સહિતના તમામ તબીબોએ હોસ્પિટલો સજજડ બંધ રાખી હડતાલમાં જાેડાયા હોવાથી દર્દીઓને એક તબક્કે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. તો સરકારી હોસ્પીટલમાં દર્દીઓનો ઘસારો જાેવા મળતો હતો. આ હડતાલને લઈ વેરાવળમાં કાર્યરત ૭૦ થી વધુ દવાખાનાઓના ૧૦૦ જેટલા તબીબો શહેરના ટાવર ચોકમાં એકત્ર થઈ રાજય સરકારે ઘડેલા બીયુ અને ફાયર સેફટીના કાયદાના વિરોધમાં સુત્રોચ્ચાર કર્યા હતા. બાદમાં તબીબોએ જિલ્લા સેવા સદન ખાતે જઈ કાયદાના વિરોધમાં આવેદનપત્ર પાઠવેલ હતુ. જેમાં જણાવેલ કે, તાજેતરમાં હાઈકોર્ટે દ્વારા એક પિટિશનના મૌખિક આદેશ દ્વારા રાજ્ય સરકારને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આઈસીયુ હોવું જાેઈએ અને કાચના ફસાદ દૂર કરવા જેવી સુચનાઓ આપી હતી. જેને લઈ રાજ્યભરમાં હોસ્પિટલોને સાત દિવસની અંદર તેનું પાલન કરવા નોટીસો અપાઈ રહી છે. જે પાયાવિહોણી અને અતાર્કિક છે. કેટલીક જાેગવાઈઓ કે જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી તેનો અમલ શક્ય નથી. જેનો અમલ કરાવાનો આગ્રહ વ્યાપકપણે જનતા ઉપર આપત્તિજનક અસર કરી શકે છે. આ જાેગવાઈઓના અમલથી આઈસીયુ દર્દીઓમાં વધુ ચેપ થવાની સંભાવના છે અને સમગ્ર રાજ્યમાં આઈસીયુ બેડની સંખ્યામાં પણ ભારે ઘટાડો થશે. આ પ્રકારના અમલથી આઇસીયુમાં વર્તમાન દર કરતાં અનેક ગણું મૃત્યુદર વધશે. આ પ્રકારના મૌખિક આદેશની અસર ટૂંકા તેમજ લાંબા ગાળામાં વિનાશક હોઈ શકે છે. આ ઓર્ડર કરતા પહેલા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અથવા તેની કોઈપણ શાખાને સાંભળ્યા વિના એકપક્ષીય રીતે પસાર કરવામાં આવેલ છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન હોસ્પિટલમાં આગની ઘટનાઓને રોકવા માટેના કોઈપણ પગલાં માટે કાયમી સહાયક રહેશે પરંતુ રાજ્ય સરકારના આવા એકપક્ષીય નિર્દેશોનો સખત વિરોધ કરે છે. સરકારે તબીબી વ્યાવસાયિકો સહિત તમામ સંબંધિત વિભાગોના સભ્યોની એક તકનીકી સમિતિની રચના કરવી જાેઈએ તેવી માંગ છે.

error: Content is protected !!