ગુજરાત પોલીસનાં ગ્રેડ પે મામલે ટુંક સમયમાં નિર્ણય લેવાશે : ગૃહ રાજયમંત્રી

0

ગુજરાત પોલીસમાં છેલ્લા ઘણા લાંબા સમયથી ગ્રેડ પેની માંગણી કરવા સાથે દેખાવો પણ કરાયા હતા. જાેકે, તેનો કોઈ ઉકેલ હજુ સુધી આવી શકયો નથી ત્યારે હવે પોલીસ વિભાગનાં હિતમાં નજીકનાં સમયમાં નિર્ણય લેવાય તેવી સરકારનાં મંત્રીએ આશ બંધાવતા વિભાગનાં કર્મીઓમાં ખુશીની લહેર વ્યાપી છે. પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈનાં ગ્રેડ પે ઓછા હોય તેને વધારવાની પોલીસ કર્મીઓ લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા. આ સમગ્ર મામલે સોશ્યલ મીડિયામાં આંદોલન પણ ચાલ્યા. તેવા સંજાેગો વચ્ચે હવે સરકાર દ્વારા ગ્રેડ પે મામલે મહત્વનો નિર્ણય લેવામાં આવે તેવી શકયતાઓ સેવાઈ રહી છે. ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યું કે, ટુંક સમયમાં પોલીસ ગ્રેડ પે અંગે નિર્ણય આવી શકે છે. આ બાબતે વિચારણા ચાલુ છે ટુંક સમયમાં જ નિર્ણય લેવામાં આવશે. ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલને ૧૮૦૦ રૂપિયા અને હેડ કોન્સ્ટેબલને રર૦૦ ગ્રેડ પે આપવામાં આવી રહ્યા છે. જેમાં વધારો કરી એએસઆઈને ર૪૦૦, કોન્સ્ટેબલને ર૮૦૦ મળે તો કોન્સ્ટેબલને ૩૩ હજાર પગાર મળે અને હેડ કોન્સ્ટેબલને ૩૬૦૦ ગ્રેડ પે આપવામાં આવે તેવી માંગ કરવામાં હતી. આ મામલે અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી હતી અને ગ્રેડ પે અમારો અધિકાર તેવી પોસ્ટ મારફતે સોશ્યલ મીડિયાનાં માધ્યમ થકી આંદોલન પણ છેડવામાં આવ્યું હતું.

error: Content is protected !!