જૂનાગઢ શહેર અને જીલ્લામાં વરસાદનાં હળવાથી ભારે ઝાપટાં

0

જૂનાગઢ હવામાન વિભાગે સર્જાયેલા લો-પ્રેશરનાં કારણે આજ તા. ર૩ થી ર૭ જુલાઈ દરમ્યાન ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે ત્યારે આજે જૂનાગઢ સહિત સોરઠ જીલ્લામાં મેઘાડંબરની વચે સવારથી જ વરસાદનાં હળવાથી ભારે ઝાપટાનો દોર શરૂ થયો છે. શ્રાવણ માસને હવે ગણતરીનાં દિવસો જ બાકી રહયા છે ત્યારે શ્રાવણીયા સરવડાની માફક હાલ વરસાદ ધીમી ધારે પડી રહયો છે. વરસાદની આ સીઝનમાં ૬૦ ટકાથી વધુ વરસાદ પડી ચુકયો છે અને મોટાભાગનાં જળાશયો નવા નીરથી છલોછલ ભરાયેલા
છે.

error: Content is protected !!