જૂનાગઢ તાલુકાનાં પાદરીયા ગામની સીમમાં આવેલા એક ફાર્મમાં તાલુકા પોલીસે જુગાર અંગે દરોડો પાડતા ૯ શખ્સોને જુગાર અંતર્ગત ઝડપી લઈ કુલ રૂા. ૭ર૦૭૪૦નો મુદામાલ જપ્ત કરેલ છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ ક્રાઈમ બ્રાંચ અને સ્ટાફે ગઈકાલે પાદરીયા ગામની સીમમાં ધીરૂભાઈ છગનભાઈ લાખાણી (ઉ.વ.૪૪) રહે. જાેષીપરા જૂનાગઢ વાળાએ જીગ્નેશ રમણીકભાઈ સાવલીયા (પટેલ) રહે. જૂનાગઢ, ગાંધીગ્રામવાળાનાં આવેલ શામ ફાર્મમાં રૂમ નં.૩ ભાડેથી રાખી અને પોતાના આર્થિક ફાયદા માટે માણસો બોલાવી જુગાર રમાડતા હોય, જુગારનો અખાડો ચલાવતા હોવાની બાતમીનાં આધારે પોલીસે પાડેલા દરોડામાં ધીરૂભાઈ છગનભાઈ લાખાણી, મીતુલ મનસુખભાઈ પોશીયા, મહેશ ભૂપતભાઈ પોશીયા, રઝાક અજીજભાઈ, રસીક ભીખાભાઈ ત્રાપસીયા, આશીષ વજુભાઈ સતાણી, ધર્મેશ પ્રાગજીભાઈ પોશીયા, વિનોદભાઈ વરૂ, મનસુખભાઈ કાબાભાઈ ઉમરેઠીયા વગેરેને કુલ રૂા. ૧,૬૦,પ૪૦ની રોકડ, નાલનાં રૂા. ૮,ર૦૦, મોબાઈલ ફોન -પ, ફોરવ્હીલ ગાડી-૧ વગેરે મળી કુલ રૂા. ૭,ર૦,૭૪૦નાં મુદામાલ સાથે ઝડપી લઈ તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.