Tuesday, August 9

જૂનાગઢમાં ઉપલા દાતાર બાપુની જગ્યા સુધી રોપ-વે નિર્માણ કરવા માંગણી

0

ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને જૂનાગઢનાં જાગૃત નાગરીક હરેશ બાટવીયાએ એક પત્ર પાઠવ્યો છે અને નરસિંહ મહેતાની નગરી એવા જૂનાગઢ શહેરમાં ફરવાલાયક સ્થળોને વિકસાવવામાં આવી રહેલ છે. સરકાર દ્વારા ગિરનાર રોપ-વે બનાવેલ છે તે મુજબ ઉપલા દાતારબાપુની જગ્યા ખાતે પણ રોપ-વે બનાવવાની માંગણી કરી છે. આ અંગે ઉષા બ્રેકો કાું. મારફતે સર્વે કરાવી અને પ્લાનીંગ કરી અને શહેરની જનતાને એક વધુ લાભ મળે તે માટે કાર્યવાહી કરવા જણાવેલ છે. ઉપલા દાતારબાપુની જગ્યા ખાતે મોટી સંખ્યામાં ભાવિકો દર્શન કરવા આવતા હોય છે ત્યારે દાતારબાપુની જગ્યા સુધીનાં રોપ-વેનાં કારણે ભાવિકોને સરળતા રહેશે. વધુ એક સુવિધા પ્રાપ્ત થાય તે માટે મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.

error: Content is protected !!