વિસાવદર પાસે પુરવઠા વિભાગનો ઘઉં-ચોખા ભરેલ ટ્રક પુલ નીચે ખાબક્યો : સદનશીબે કોઇ જાનહાની નહીં

0

વિસાવદર પાસે સતાધાર રોડ ઉપર ગઈકાલે શુક્રવારે સાંજે ૭ વાગ્યે આર્યસમાજ સામે આવેલ પુલ ઉપરથી એક ટ્રક પુલ નીચે ખાબકતા રોડ ઉપર દોડધામ મચી ગઇ હતી. સદ્દનસીબે કોઇ જ જાનહાની થઇ નથી. બહાર આવેલ વિગતો અનુસાર કહેવાતા પુરવઠા વિભાગના ઘઉ-ચોખા ભરેલ ટ્રક વિસાવદર પાસે સતાધાર રોડ ઉપર આર્યસમાજ સામેનાં પુલ ઉપરથી નીચે ખાબકયો હતો. આ ઘટના પૂર્વે ગણત્રીનાં સમય પહેલાં જ આજુબાજુના બાળકો પુલ પાસે જ રમતા હતા પરંતુ વરસાદનુ ઝાપટું આવતા બાળકો પુલ પાસેથી દોડીને ઘેર જતા રહ્યા હતા અને આ અકસ્માતની ઘટના બની હતી જેથી સદ્દભાગ્યે જાનહાનીની ઘટના ટળી ગઇ હતી. જેથી આ ઘટનાએ વધુ એક વખત ‘રામ રાખે તેને કોણ ચાખે’ એ પંક્તિને સત્ય પુરવાર કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિસાવદર-સતાધાર રોડ વાહનો-રાહદારીઓથી સતત ધમધમતો હોય છે અને આ રોડ ઉપર જ પુલ ઉપરથી ટ્રક પુલ નીચે ખાબકતા લોકો એકત્રિત થઇ ગયેલા. સદ્દનસીબે કોઇ જ જાનહાની ન થતા સૌએ હાશકારો અનુભવ્યો હતો.

error: Content is protected !!