ભારતનાં ચૂંટણી પંચ દ્વારા ૧લી ઓકટોબરની લાયકાતની તારીખને ધ્યાનમાં રાખીને ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અન્વયે મતદાર યાદી સુધારણા પૂર્વેની પ્રિ-રિવિઝન એકટીવીટી હેઠળ બુથ લેવલ ઓફિસરને ફાળવવામાં આવેલા ભાગમાં સમાવિષ્ટ દરેક ઘરની મુલાકાત લેવામાં આવી છે. આ માટે બીએલઓ દ્વારા તા.રરમી જુલાઈ, ર૦રર સુધીમાં પોતાને ફાળવવામાં આવેલ વિસ્તારમાં ઘરે ઘરે જઈને મતદારોની વિગતો એકત્રિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ હેઠળ તા.રરમી જુલાઈ સુધીમાં રાજયનાં તમામ જીલ્લાઓમાં બીએલઓ દ્વારા ૭,૮૦,૭૪૯ ઘરોની મુલાકાત લઈને વિગતો એકત્ર કરવામા આવી હતી. અમદાવાદમાં સોૈથી વધુ ૮૯,૧૪ર ઘરોની મુલાકાત લેવામાં આવી હતી. નવા મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ૩૯,૪૦૪ જેટલા ફોર્મ નં.૬ મેળવવામાં આવ્યા હતા. જેમાં ૧૮ થી ર૯ વર્ષની ઉંમરવાળા ર૯,૩૬૧ તથા ર૯ વર્ષથી વુધ વય ધરાવતા ૯૮૭૯ જેટલા નવા મતદારોનો સમાવેશ થાય છે. સ્થળાંતરનાં કિસ્સામાં ૧૪,૬૦૦ તથા અવસાન થવાનાં કિસ્સામાં ર૮,૦પ૬ જેટલા ફોર્મ નં.૭ મેળવવામાં આવ્યા હતા. મતદારયાદીમાં દર્શાવેલ વિગતોમાં સુધારા માટે ર૩,૪૩ર જેટલા ફોર્મ નં.૮ મેળવવામાં આવ્યા છે. તા.૧લી ઓકટોબર, ર૦રરની લાયકાતની તારીખે ૧૮ વર્ષ પૂર્ણ કરી રહેલા નવા મતદારો ૧૯,૪૪૩ નોંધાયા છે. તેઓ આગામી વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરી શકશે. બીએલઓ માટે ખાસ તૈયાર કરવામાં આવેલી ગરૂડ એપમાં પ્રાપ્ત થયેલી વિગતો અને લાગુ પડતા કિસ્સાઓમાં ફોર્મ નં.૬, ૬(ક), ૭, ૮ અને ૮(ક) મેળવી વિગતોનું ડિજિટલાઈઝેશન કરવામાં આવશે. બીએલઓ દ્વારા ઘરોની મુલાકાત દરમ્યાન નિયત નમૂનામાં ફોર્મમાં અરજીઓ મેળવવામાં આવશે. ખાસ કરીને તા.૧લી જાન્યુઆરી, ર૦રરની લાયકાતની તારીખે લાયક હોય અને મતદારયાદીમાં નોંધાયેલા ન હોય તેવા તમામ નાગરિકો પાસેથી ફોર્મ નં.૬ ભરાવીને મેળવવામાં આવશે. મતદારોની વિગતો ચકાસીને જાે મતદારો સુધારા સૂચવે તો તેવા મતદારો પાસેથી ફોર્મ નં.૮ મેળવવામાં આવશે, મતદારોની ખરાઈ દરમ્યાન એક કરતા વધુ વખત નોંધાયેલા એટલે કે, પૂર્નરાવર્તીત એકથી વધુ વખત નામ દાખલ થયું હોય, કાયમી સ્થળાંતર કર્યું હોય કે અવસાન થયાનાં કિસ્સામાં ફોર્મ નં.૭ મેળવવામાં આવશે. નવા અસ્તિત્વમાં આવેલા સોસાયટી/એપાર્ટમેન્ટ કે જેનો સમાવેશ મતદારયાદીમાં ન થયો હોય તો તેની યાદી તૈયાર કરીને બીએલઓ સુપરવાઇઝર દ્વારા તેની સ્થળ ઉપર જઈ મુલાકાત કરીને ખરાઈ કરવામાં આવશે. ત્યારબાદ મતદાર નોંધણી અધિકારી દ્વારા મંજુરી મળ્યેથી બીએલઓ દ્વારા આ સોસાયટી/એપાર્ટમેન્ટનાં દરેક ઘરની મુલાકાત કરીને લાગુ પડતા કિસ્સામાં ફોર્મ નં.૬ અને ફોર્મ નં.૮ મેળવવામાં આવશે. બીએલઓ દ્વારા ફોર્મ નં.૬, ૬(ક), ૭, ૮, ૮(ક) હેઠળ પ્રાપ્ત થયેલી વિગતો ગરૂડ એપમાં ડિજિટીલાઇઝ કરવામાં આવશે તથા તેની તા.રરમી જુલાઈ, ર૦રર સુધીમાં ડેટા એન્ટ્રી કરી દેવામાં આવશે. બીએલઓ સુપરવાઇઝર દ્વારા બીએલઓ પાસેથી મળેલી માહિતી મેળવીને પત્રક-૬માં નિભાવવામાં આવશે અને સંબંધીત ઈઆરઓને મોકલવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતનાં ચૂંટણી પંચ દ્વારા ૧૭મી જુન, ર૦રરનાં કાયદો અને ન્યાય મંત્રાલયનાં જાહેરનામા અન્વયે જારી કરેલ અધિસૂચના અંતર્ગત ચૂંટણી નિયમોમાં સુધારા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કેટલાક ફોર્મ્સ સુધારવામાં આવ્યા છે. જે ૧લી ઓગસ્ટ, ર૦રરથી લાગુ થશે.