માંગરોળ-પોરબંદર બાયપાસ ઉપર રેલીંગ તોડી બોલેરો પલ્ટી મારી જતા યુવાનનું મોત

0

ઉનાથી ખલાસીઓને લઈ પોરબંદર તરફ જઈ રહેલી બોલેરો માંગરોળના પોરબંદર બાયપાસ નજીક રેલીંગ તોડી પલ્ટી મારી જતા એક યુવાનનું મોત નિપજ્યું હતું. જ્યારે ૧૦ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. જે પૈકી ત્રણને જૂનાગઢ રિફર કરાયા હતા. માંગરોળના પોરબંદર બાયપાસ ઉપર ઉદીયા બાગ નજીક રવિવારે બપોરે પોણા ત્રણેક વાગ્યે અકસ્માત સર્જાયો હતો. જેના પગલે આજુબાજુના વિસ્તારમાંથી લોકો એકત્ર થયા હતા. ૧૦૮ મારફતે ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. જેમાં ડાયાભાઈ ભાણાભાઈ બાંભણીયા (ઉ.વ.૨૫, રહે.કોબ)ને માથાના ભાગે ગંભીર ઈજા થવાથી મોત નિપજ્યું હતું. જ્યારે ભીખાભાઈ રાજાભાઈ કામળીયા(ઉ.વ.૬૦, રહે.ચિખલી), વિજયભાઈ પાંચાભાઈ મકવાણા(ઉ.વ.૨૫, રહે.ઉના) તથા અશોકભાઈ રામજીભાઈ વાઘેલા (ઉ.વ.૨૩, રહે.તડ, તા.ઉના)ને જૂનાગઢ રિફર કરાયા હતા. આ ઉપરાંત રાણાભાઈ પરબતભાઈ ભાલીયા(ઉ.વ.૪૫), નરેન્દ્રભાઈ રવાભાઈ ભાલીયા (ઉ.વ.૨૭), રોહિત રવાભાઈ ભાલીયા(ઉ.વ.૧૯, રહે. ત્રણેય કોબ), ભાયાભાઈ મેઘાભાઈ કામરીયા(ઉ.વ.૨૮, રહે.મધરડી, ઉના), રામાભાઈ ભાયાભાઈ (ઉ.વ.૧૮), અશ્વિન ઉકાભાઈ બાંભણીયા(ઉ.વ.૨૬, રહે.કોબ, ઉના) તથા દિપક કિશન સોલંકી(રહે.કરજડી, ઉના)ને નાની મોટી ઈજાઓ થતા માંગરોળ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

error: Content is protected !!