મેંદરડાનાં પોલીસ કોન્સ્ટેબલે ગળફાંસો ખાઈ આપઘાત કર્યો

0

મેંદરડાનાં પોલીસ સ્ટેશનમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા એક પોલીસ કર્મચારીએ કેનેડીપુર પાસે આવેલા આંબાનાં બગીચામાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા પોલીસ બેડામાં શોકનું મોજુ ફરી વળ્યું છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર મેંદરડા પોલીસ સ્ટેશનમાં છેલ્લા એક વર્ષથી ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ કિરણભાઈ અરજણભાઈ જીલડીયા (ઉ.વ.૪૦) રહે. સેંદરડા પોતાના ઘરેથી નોકરી ઉપર જાઉ છું તેમ કહીને નીકળ્યા હતા અને બાદમાં તેનો પત્તો નહી લાગતા તેના પરીવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. દરમ્યાન કેનેડીપુર પાસે આવેલા આંબાના બગીચાની બહાર તેમનું બાઈક જાેવા મળતા અંદર તપાસ કરતા અંદર આંબાના ઝાડ ઉપર ગળા ફાંસો ખાધેલ હાલતમાં કિરણભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક છેલ્લા એકાદ વર્ષથી માનસીક ટેન્શનમાં હોય અને આ બાબતની દવા પણ લેતા હોય, જેના કારણે માનસીક તણાવમાં આવી પોતાની મેળે ગળા ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હોવાનું પ્રાથમીક તપાસમાં ખુલ્યું છે. મેંદરડાનાં પીએસઆઈ કે.એમ. મોરી આ બનાવની વધુ તપાસ ચલાવી રહયા છે.

error: Content is protected !!