જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં જુગારની મોસમ પૂરબહારમાં ખીલી : પોલીસનાં વ્યાપક દરોડા

0

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં જુગારની મોસમ પૂરબહારમાં ખીલી ચુકી છે ત્યારે પોલીસે પણ વ્યાપક દરોડા પાડી પત્તાપ્રેમીઓ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ એ ડીવીઝન પોલીસે ગઈકાલે ચોકકસ બાતમીનાં આધારે વાંજાવાડ વિસ્તારમાં રૂદ્ર એપાર્ટમેન્ટ નજીક જાહેરમાં જુગાર રમતા ૧૧ મહિલા, ચાર પુરૂષ સહિત ૧પને રૂા. ૧૦,ર૦૦ની રોકડ સાથે ઝડપી લીઈ તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. જયારે બી ડીવીઝન પોલીસે નંદનવન વિસ્તારમાં મેઈન રોડ ઉપર રોનક પાનવાળી ગલી નજીકથી જુગાર રમતા ૬ શખ્સોને રૂા.પ,૬૧૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત એ ડીવીઝન પોલીસે લીમડા ચોક પાસે આપેલ સગુન એપાર્ટમેન્ટનાં પાર્કીંગમાં જાહેરમાં જુગાર રમતી ચાર મહિલાને રૂા. ર,૧પ૦નાં રોકડ મુદામાલ સાથે ઝડપી લઈ તેમના જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત મેંદરડા પોલીસે ચિરોડા ગામ કેનાલ પાસેથી જાહેરમાં જુગાર રમતા બે શખ્સોને રૂા.૧,૦૮૦ સાથે ઝડપી લીધેલ છે. આ ઉપરાંત અન્ય એક દરોડામાં મેંદરડા બાલાજી પાર્ક-ર વિલેજ ટાઉન નજીકથી જાહેરમાં જુગાર રમતા ૬ મહિલા સહિત ૭ને રૂા.૭,૭૪૦ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લઈ તમામ સામે જુગારાધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!