ગુજરાત રાજ્યના ૩૩ જિલ્લાઓ અને ૨૪૨ તાલુકાઓમાં પોતાની કારોબારી અસ્તિત્વ ધરાવતી સમગ્ર ભારત વર્ષની એકમાત્ર પત્રકારના હિતમાં કાર્યરત સંસ્થા પત્રકાર એકતા પરિષદ તથા ગુજરાતનાં નેજા નીચે જૂનાગઢ જીલ્લા સમિતિ દ્વારા જિલ્લા કક્ષાનું અધિવેશન તા.૨૩-૦૭-૨૦૨૨ને શનિવારે બપોરે ૩ થી ૬ સુધી જૂનાગઢનાં વંથલી રોડ ઉપર આવેલા અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાનાં પ્રમુખ સ્વામી સભાગૃહમાં આયોજિત કરવામાં આવેલ હતું. આ અધિવેશનમાં પ્રદેશ હોદેદારો, ઝોન હોદેદારો, જૂનાગઢ જીલ્લા આગેવાનો અને તાલુકાના જૂનાગઢ જીલ્લાનાં મોટા ભાગના આગેવાનો સહિતનાં પત્રકારો હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમના અધ્યક્ષપદે ડોલરભાઈ કોટેચા-રાષ્ટ્રીય ચેરમેન નેશનલ કો ઓપરેટિવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ બેંક ફેડરેશન લિમિટેડ ખાસ હાજર રહ્યાં હતાં અને તેમનું અદકેરૂ સન્માન કરવામાં આવ્યું હતું. પોતાનાં પ્રાસંગીક પ્રવચનમાં કહ્યું હતું કે, પત્રકારોને ઉપયોગી કોઇ પણ વાત અને કાર્યમાં હંમેશા સાથે રહેવાનો કોલ ડોલરભાઈ કોટેચાએ આપેલ હતો. કાર્યક્રમનાં ઉદ્ઘાટક તરીકે લાભુભાઈ કાત્રોડિયા-પ્રદેશ અધ્યક્ષ, ગૌરાંગભાઈ પંડ્યા-પ્રદેશ પ્રભારી, ડો. ડી.પી. ચીખલીયા-ચેરમેન ગુજરાત રાજ્ય હાઉસિંગ કો ઓપરેટિવ સોસાયટી લિ., ગીતાબેન પરમાર-મેયર જૂનાગઢ કોર્પોરેશન, શાંતાબેન ખટારીયા-પ્રમુખ જિલ્લા પંચાયત જૂનાગઢ ખાસ હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં આર્શિવચન આપવા ઋષિકેશ સ્વામી જૂનાગઢ ગુરૂકુળ, ધર્મવિનય સ્વામી-કોઠારી અક્ષરપુરૂષોત્તમ સંસ્થા જૂનાગઢએ આર્શીવચન આપવા ખાસ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કે.બી. સંઘવી-સિનિયર એડવોકેટ વન મેન આર્મી, દિનેશભાઈ ખટારીયા-ચેરમેન સાવજ ડેરી જૂનાગઢ, પ્રિયવદનભાઈ કોરાટ-સદસ્ય ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ, ડો. એન.કે. ગોંટીયા-કુલપતિ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં જૂનાગઢનાં પાંચ દિગ્ગજ પત્રકારોનું સન્માન કરાયું હતું. જેમાં કાર્તિકભાઈ ઉપાધ્યાય-તંત્રી સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક, કૃષ્ણકાંતભાઈ રૂપારેલીયા-તંત્રી જૂનાગઢ ટુડે, સુનિલભાઈ નાવાણી-તંત્રી કેસરી દૈનિક, હનીફભાઈ ખોખર-એએનઆઈ અને બીબીસી, ધીરૂભાઈ પુરોહિત-અભિયાન મેગેઝીનનું જૂનાગઢમાં વર્ષોથી પત્રકારત્વ ક્ષેત્રે કાર્યકર્તા તેમનું અદકેરૂ સન્માન વિવિધ આગેવાનોનાં હસ્તે કરાયું હતું. જૂનાગઢના રાષ્ટ્રિય સ્તરે નામનાં મેળવનારા કૃષિ વૈજ્ઞાનીકોનું આ અધિવેશનમાં સન્માન કરાયું હતું. જેમાં ડો. બી.એ. મોણપરા-કઠોળ, ડો. આર.બી. માદરીયા-તેલીબિયાં, ડો. વી.એચ. કાછડીયા-શાકભાજી, ડો. જે.બી. પટેલ-બિયારણ, ડો. એચ.ડી. રાંક-જમીન સરક્ષણ અને ડો. જી.આર. ગોહિલ-શિક્ષણનું પણ અદકેરૂ સન્માન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયતનું નેતૃત્વ કરતા દરેક તાલુકાના સરપંચ પ્રમુખોનું સન્માન કરાયું હતું. જેમાં રમેશભાઈ સોજીત્રા-પ્રેમપરા વિસાવદર, ચિરાગભાઈ રાજાણી-સમઢીયાળા મેંદરડા, સુરેશભાઈ સાવલિયા-રાણપુર ભેસાણ, ડાયાભાઈ કટારા-ખલીલપુર જૂનાગઢ, જગદીશભાઈ સોલંકી-નાની ખોડીયાર, જીતુભાઈ સિસોદિયા-માળીયા હાટીના, મનીષાબા દિલીપસિંહ રાઠોડ-મેણજ માંગરોળ, વિપુલભાઈ કાપડિયા-સાતલપુર વંથલી, અશ્વિનભાઈ ઠુંમર-નાકરા માણાવદર, રાજેશભાઈ મારડિયા-અગતરાય કેશોદનું સફળ સરપંચ તરીકે અદકેરૂ સન્માન કરાયું છે. જૂનાગઢ જિલ્લામાં અલગ પ્રકારની ખેતી કરી રાજ્ય લેવલે નામના મેળવનાર પાંચ કૃષિકારોનું પણ સન્માન કરાયું હતું. જેમાં રાકેશભાઈ જીલરીયા-પ્રાકૃતિક ખેતી, ભાવનાબેન ત્રમ્બડીયા-સજીવ ખેતી અને ગાયના ગોબર આધારિત વસ્તુઓ, પરસોત્તમભાઈ સીદપરા-ગોપાલન અને ગાય આધારિત ખેતી, નિલેશભાઈ ડોબરીયા-નવીન ઓજારો-થ્રેસર, કાનજીભાઈ વણપરિયા-ઓર્ગેનિક અને સંકલિત ખેતિ જેવાં વિષયો ઉપર તેમનું જાહેર સન્માન કરાયું હતું. શૈક્ષણિક હબ ગણાતા જૂનાગઢમાં પાંચ શિક્ષણ શાસ્ત્રીઓનું સન્માન કરાયું હતું. જેમાં કનુભાઈ સોરઠીયા-બંસીધર સ્કૂલ, પરેશભાઈ ગુંદણીયા-સાંસદ આચાર્ય સંઘ ગુજરાત, લક્ષ્મણભાઈ રાવલિયા-તક્ષશિલા વિદ્યાલય, નરસિંહભાઈ માંડલિયા-ન્યુ બેસ્ટ સ્કૂલ, દાદુભાઈ કનારા-મીનરાજ શૈક્ષણિક સંકુલ, જીગ્નેશભાઈ નકુમ-આલ્ફા સ્કૂલ જૂનાગઢનું પણ અદકેરૂ સન્માન કરવામાં આવ્યું હતું. જૂનાગઢમાં કાર્ય કરતી સામાજિક સંસ્થાઓ અને તેના મુખ્ય પ્રતિનિધિઓનું પણ આ અધિવેશનમાં સન્માન કરાયું હતું. જેમાં મનસુખભાઈ વાજા-સત્યમ સેવા યુવક મંડળ જૂનાગઢ, મહેન્દ્રભાઈ પરમાર-સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટ જૂનાગઢ, ભાવેશભાઈ વેકરીયા-પ્રમુખ ઉતારા મંડળ ભવનાથ જૂનાગઢ, હિરેનભાઈ રૂપારેલીયા-વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ, નિલેશભાઈ માળી-બાબા મિત્ર મંડળ જૂનાગઢનું અદકેરૂ સન્માન પ્રદેશ હોદેદારોનાં હસ્તે કરવામાં આવ્યું હતું. આ અધિવેશન કાર્યક્રમમાં ગુજરાત રાજ્યની નામાંકિત ચેનલોના માલિકો, દૈનિક પેપરોના તંત્રીઓ, ફ્રી લાન્સ રિપોર્ટરો, ન્યુઝ એજન્સીના પ્રતિનિધિઓ તેમજ મીડિયા સાથે સંકળાયેલા પત્રકાર પરિષદના અનેક જિલ્લાના હોદ્દેદારો, ઝોન હોદ્દેદારો અને પ્રદેશ પ્રતિનિધિઓ સહિત અનેકવિધ નામાંકિત પત્રકારો હાજર રહ્યા હતા. આ અધિવેશનમાં હાજર રહેવા બદલ પ્રદેશ ઉપાધ્યક્ષ અને જૂનાગઢ જિલ્લા પ્રભારી ગિરવાનસિંહ સરવૈયા, પ્રદેશ મહામંત્રી મુકેશભાઈ સખિયા, જૂનાગઢ જિલ્લા પ્રમુખ વલ્લભભાઈ પરમાર, ઝોન-૨ પ્રભારી મહેન્દ્રભાઈ રાજા, ઝોન-૨ કો ઓર્ડીનેટર વિનોદભાઈ ચંદારાણા, જૂનાગઢ જિલ્લા મહામંત્રી હિમાંશુભાઈ મહેતા, ઝોન પદાધિકારીઓ, જિલ્લા પદાધિકારીઓ, તાલુકા સમિતિના પ્રમુખો અને કારોબારી સદસ્યો સહિત પત્રકાર એકતા પરિષદના દરેક પત્રકાર મિત્રો, જીલ્લાનાં મીડિયા મિત્રો સમગ્ર કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. અને દરેકનો આભાર માન્યો હતો.