નવા ઉગલા પ્રાથમિક શાળામાં ભારતમાતાનું પૂજન

0

ઉના પંથકની નવા ઉગલા પ્રાથમિક શાળામાં આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત ભારતમાતાનું પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના બાળકો તેમજ શિક્ષકો દ્વારા ભારતમાતાનું પૂજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શાળામાં કલા મહોત્સવ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેની મુખ્ય થીમ આઝાદી કા અમૃત મહોત્સવ હતી. આ કાર્યક્રમમાં ધોરણ-૬ થી ૮ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. જેમાં ચિત્ર સ્પર્ધા, ગાયન, વાદન સ્પર્ધા અને બાળકવિ સ્પર્ધા રાખવામાં આવેલ હતી. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવનાર વિદ્યાર્થીઓ ક્લસ્ટર કક્ષાએ ભાગ લેશે.

error: Content is protected !!