સૌરાષ્ટ્રમાં માહિતી ખાતામાં નવનિયુક્ત અધિકારી-કર્મચારીઓ માટે યોજાઈ તાલીમ કાર્યશાળા

0

સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓની માહિતી કચેરીઓની હાલમાં નિમણુંક પામેલા અધિકારી-કર્મચારીઓ માટે રાજકોટ ખાતે એક તાલીમ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રેસ અકાદમી-ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી-રાજકોટના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યશાળામાં ૩૨ તાલીમાર્થીઓ જાેડાયા હતા. જેમાં નવનિયુક્ત સ્ટાફને સંપાદકીય તથા વહિવટી બાબતોની તાલીમ આપવામાં આવી હતી. રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરીના સંયુક્ત નિયામક મિતેશ મોડાસિયાના અધ્યક્ષસ્થાને તથા નાયબ માહિતી નિયામક નિરાલા જાેશીની ઉપસ્થિતિમાં આ તાલીમ કાર્યશાળાનો પ્રારંભ થયો હતો. આ બંને અધિકારીઓએ પોતાના અનુભવો વહેંચીને તાલીમાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. પ્રત્યાયનના વિવિધ પાસાઓ અને લેખન કૌશલ્ય અંગે જાણીતા લેખક, વક્તા જય વસાવડાએ ખાસ ઉપસ્થિત રહીને પ્રવચન આપ્યું હતું. તેમણે પોતાની રસાળ શૈલીમાં પ્રભાવશાળી પ્રત્યાતનના સિદ્ધાંતો રજૂ કરતાં કહ્યું હતું કે, પ્રત્યાયન રસપ્રદ હોવું જાેઈએ એ તેની પહેલી શરત છે. કોઈપણ વિષયના મૂળ સુધી પહોંચીને તેને તબક્કાવાર તેમજ વિવિધ દ્રષ્ટિકોણથી કઈ રીતે રજૂ કરી શકાય તે અંગે તેમણે ઉદાહરણો સાથે સમજાવ્યું હતું. જ્યારે બપોર પછીના સત્રમાં રાજકોટ માહિતી ખાતામાંથી હાલમાં જ વયનિવૃત્ત વરિષ્ઠ અધિકારી જગદીશ સત્યદેવે વહીવટી બાબતો, સર્વિસ રૂલ્સ તેમજ માહિતી ખાતાની ઔપચારિક બાબતો, આર.ટી.આઈ. વગેરે વિષયો ઉપર તાલીમ આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તેમજ આભાર વિધિ રાજકોટ માહિતી ખાતાના કેમેરામેન કેતન દવે દ્વારા કરવામાં આવી હતી, જ્યારે આ કાર્યશાળાના આયોજન તેમજ વહિવટી બાબતોની કામગીરી સહાયક માહિતી નિયામક જે.વી. પુરોહિત સહિતની ટીમે સંભાળી હતી. આ કાર્યશાળામાં સુરેન્દ્રનગરના નાયબ માહિતી નિયામક પ્રશાંત ત્રિવેદી, રાજકોટના સહાયક માહિતી નિયામક પ્રિયંકા પરમાર, મોરબી સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા તેમજ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાના સિનિયર સબ એડિટર્સ તેમજ માહિતી મદદનીશો જાેડાયા હતા.

error: Content is protected !!