શ્રાવણ માસના પ્રારંભ સાથે હવેલીમાં ઠાકોરજીને વિવિધ સામગ્રીઓ રૂપે હિંડોળાના દર્શન રૂપે અનેરા શણગાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે જૂનાગઢમાં ગંધ્રર્પવાડા ખાતે આવેલ પૌરાણિક રૂગનાથજી હવેલી ખાતે ઠાકોરજીને વિવિધ સામગ્રીઓ રૂપે હિંડોળાના અનેરા શણગાર કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત ઠાકોરજીને ફ્રુટના અનેરા હિંડોળા રૂપી શણગાર સાથે બગીચાના દર્શન કરી વૈષ્ણવોએ ધન્યતા અનુભવી હતી. રૂગનાથજી હવેલીના મુખ્યાજી હિતેશભાઈ અને આરતીબેન પુરોહિતના માર્ગદર્શન હેઠળ રૂગનાથજી મંદિરે ખાતે શ્રાવણ માસ દરમ્યાન ઠાકોરજીને વિવિધ સામગ્રીઓ રૂપે અનેરા શણગાર અને હિંડોળાના દર્શન કરી ભાવિકો ધન્યતા અનુભવી રહ્યા છે આ તકે મંદિર પરિસર ખાતે જય શ્રી કૃષ્ણનો નાદ ગુંજી ઉઠ્યો હતો.