જૂનાગઢમાં બે સ્થળોએ જુગાર દરોડા : મહિલાઓ સહિત ર૦ પત્તાપ્રેમીઓને ઝડપી લેતી પોલીસ

0

જૂનાગઢ શહેરમાં ગઈકાલે બી ડીવીઝન પોલીસે ચોક્કસ બાતમીનાં આધારે બે સ્થળોએ જુગાર અંગે દરોડા પાડતા મહિલાઓ સહિત ર૦ની અટક કરી છે અને તેમનાં વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ બી ડીવીઝન પોલીસે ઝાંઝરડા રોડ ઉપર આવેલ સપનસૃષ્ટી એપાર્ટમેન્ટ બીની અગાસી ઉપર જુગાર અંગે દરોડો પાડતા ૯ મહિલાઓ સહિત ૧૧ને રૂા.૭,પ૬૦ની રોકડ સાથે પોલીસે ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત જાેષીપરાનાં ઓઘડનગર વિસ્તારમાં આવેલા રાજપથ એપાર્ટમેન્ટનાં પાર્કિંગમાં જાહેરમાં જુગાર રમતા ૭ મહિલાઓ સહિત ૯ને રૂા.૧૪,૬૭૦નાં રોકડ મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢમાં વધુ પ શખ્સો જુગાર રમતા ઝડપાયા
જૂનાગઢ તાલુકા પોલીસે કેબ્રિજ સોસાયટી, યમુના નગર-૩ ખાતે જાહેરમાં જુગાર રમતા પ શખ્સોને રૂા.૩ર,૧૩૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢ તાલુકાનાં ઈવનગર ગામની વાડી વિસ્તારમાંથી જુગાર રમતા ૬ ઝડપાયા

જૂનાગઢ તાલુકા પોલીસે ઈવનગર ગામની વાડી વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડતા ૬ શખ્સોને જાહેરમાં જુગાર રમતા રોકડ, મોબાઈલ, મોટરસાઈલ સહિત કુો રૂા.૯૩,૪૮૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
કેવદ્રા ગામે જુગાર દરોડો
કેશોદ તાલુકાનાં કેવદ્રા ગામે વાડી વિસ્તારમાં પોલીસે જુગાર અંગે દરોડો પાડતા ૬ શખ્સોને રૂા.૬ર,૩૦૦નાં મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લેવામાં આવેલ છે.

વંથલી તાલુકાનાં ઉમટવાડા ગામની સીમમાં ફોટા પાડવાનાં મનદુઃખે હુમલો
વંથલી તાલુકાનાં ઉમટવાડા ગામે રહેતા નિલેશભાઈ પોપટભાઈ ભુત(ઉ.વ.૪૬)એ નગાભાઈ સરમણભાઈ ભારાઈ, ગોવિંદભાઈ પરબતભાઈ ભારાઈ સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીએ સરકાર કામકાજનાં ફોટા પાડેલ હોય તે બાબતનું મનદુઃખ રાખી આ કામનાં આરોપીઓએ લાકડી વડે માર મારી, બળજબરીથી મોટરસાઈકલમાં બેસાડી, ગામનાં બસ સ્ટેશન સુધી લઈ જઈ, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધવતા વંથલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢમાં દોલતપરા ૬૬ કેવી તરફ જતા રસ્તે ટ્રેન નીચે પાટા ઉપર આવી જતા મૃત્યું
જૂનાગઢનાં દોલતપરા શેરી નં.૩, અરવિંદ પાર્ક ખાતે રહેતા પરષોતમભાઈ નાથાભાઈ સાવલીયા(ઉ.વ.૬૦) કોઈપણ કારણસર દોલતપરા રોડથી અંદર ૬૬ કેવી તરફ જતા રસ્તે રેલ્વે ફાટક પાસે ટ્રેન નીચે પાટા ઉપર આવી જતા તેઓનું મૃત્યું થયું છે. આ બનાવ અંગે બી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!