જૂનાગઢ : ઘરફોડીનાં બે ગુનાનો ભેદ ઉકેલતી એ ડીવીઝન પોલીસ

0

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષક પી.જી. જાડેજાનાં માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસતારમાં બનતા મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવી રીકવર કરવાનું જણાવતાં પીઆઈ એમ.એમ. વાઢેર, પીએસઆઈ આર.પી. ચુડાસમા વગેરે પોલીસ સ્ટાફે અલગ અલગ ટીમો બનાવી સદરહુ ગુનાના આરોપીની તપાસમાં હોય દરમ્યાન સીસી ટીવી ફુટેજ ચેક કરતા એક શખ્સ શંકાસ્પદ જણાયલ હોય જે શખ્સ અરબાઝ ઈબુભાઈ સર્વદીને મજેવડી દરવાજા પાસેથી ઝડપી લીધેલ છે. આરોપી પાસેથી ચોરીમાં ગયેલ રોકડ રૂા. પ૮,૬૭૦, કપડાની જાેડી તથા બેંક પાસબુક તથા ઈન્ડીયન ગેસનાં બાટલાનાં બીલ વગેરે કબ્જે કરેલ છે.

error: Content is protected !!