શ્રાવણ માસનાં પર્વ પ્રસંગે ધામિર્ક સ્થળોએ ભાવિકોનો જમાવડો

0

શ્રાવણ માસનાં પવિત્ર દિવસો દરમ્યાન તહેવારોની મોસમ શરૂ થઈ ચુકી છે તે સાથે જ આ માસમાં આવતા તહેવારોની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને ધામિર્ક કાર્યો શ્રાવણ માસ દરમ્યાન વિશેષ થતા હોય છે. લોકો ઉપવાસ – એકટાણાં કરી આરાધના કરતા હોય છે ત્યારે આ સમગ્ર માસ દરમ્યાન ધામિર્ક સ્થળોએ પણ યાત્રા – પ્રવાસો સતત થઈ રહયા છે. સૌરાષ્ટ્રનું પ્રથમ પંકિતનું અને દેશનાં ૧ર જયોર્તિલીંગ પૈકીનાં પ્રથમ સોમનાથ મંદિરે દર્શનાર્થીઓની ભીડ સતત જાેવા મળી રહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રનાં વિવિધ સ્થળોએ આવેલા શિવ મંદિરોમાં સવારથી અનેક કાર્યક્રમો થતા હોય છે, આ ઉપરાંત જૂનાગઢ શહેર અને ભવનાથ તિર્થક્ષેત્રમાં આવેલા ધામિર્ક સ્થળોએ ભાવિકોનો પ્રવાહ સતત વહેતો રહયો છે. આજે શિવ મંદિરોમાં પણ સવારથી જ દર્શનાર્થીઓની ભીડ જાેવા મળી હતી.
જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે નાની સાતમની ઉજવણી
શ્રાવણ માસનાં તહેવારો એક પછી એક તહેવારો આવી રહયા છે ત્યારે આજે સાતમનો દિવસ એટલે કે, નાની શિતળા સાતમ હોય જેથી તેની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે. આજે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં શિતળા માતાનાં મંદિરે પુજન સહિતનાં કાર્યક્રમો યોજાયા હતા. નાગલા તેમજ કુલેરનો પ્રસાદ ધરાવી અને સમગ્ર પરીવારનાં કલ્યાણ માટે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી. શ્રાવણ માસનાં પ્રારંભ સાથે જ તહેવારોની મૌસમ શરૂ થઈ ગઈ છે. અને સાત દિવસ બાદ રક્ષાબંધનનો તહેવાર પણ આવી રહયો હોય જેને લઈને બજારોમાં રોનક જાેવા મળી રહી છે.

error: Content is protected !!