સિનિયર સિટીઝનમાં બાપ ઉપર જ્યારે સંતાનોની જવાબદારી હોય છે અને સંતાનો માં-બાપને હેરાન કરી, ઘર છોડી જતા રહે અને એને શોધવા ઘરડા માં-બાપ માટે કપરૂ કામ હોય છે. આવા સમયે પોલીસ દેવદૂત બનીને આવે તો, મોટી ઉંમરના માતા-પિતાનો પ્રશ્ન સોલ્વ થાય છે અને દીકરા-દીકરીના ભવિષ્યના જીવન સુધરી જાય છે. આવો જ એક કિસ્સો જૂનાગઢ શહેરમાં સામે આવ્યો છે. જૂનાગઢ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અને નોકરી કરી, નિવૃત્ત જીવન ગુજારતા ૭૦ વર્ષીય સિનિયર સીટીઝનએ માનવ અધિકાર મંચના હોદેદારો સાથે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળી, પોતાની દીકરી માનસિક અસ્થિર હોય, અવાર-નવાર ઘર છોડી નીકળી જતી હોય, ઘણા દિવસથી નીકળી ગયા પછી ગાંધીનગર જિલ્લાના દહેગામ પોલીસ સ્ટેશન ખાતે મળેલ હોય, પોતાની તથા પોતાની પત્નીની ઉંમરના કારણે પોતે તેને લેવા જઈ શકે તેમ ના હોય, માનવ અધિકાર એનજીઓના હોદેદારો પોતાને મદદ કરવા તૈયાર હોય, પરંતુ તેને દેહગામથી અહીંયા લાવવા માટે પોલીસ દ્વારા મદદ કરવા બાબતે ગળગળા થઈને રજૂઆત કરવામાં આવેલ હતી. જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર સી ડીવિઝનના પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.જે.ગઢવી દ્વારા અરજદારની રજુઆત આધારે સિનિયર સિટીઝન અરજદારની અસ્થિર મગજની દીકરીને ગાંધીનગરથી લાવવા માટે મહિલા પોલીસ ગુરમીત કૌરને માનવ અધિકાર એનજીઓના કાર્યકરો સાથે ગાંધીનગર જિલ્લાના દહેગામ પોલીસ સ્ટેશન ખાતે મોકલી, જૂનાગઢ લાવવા માટે મદદ કરતા, દીકરી હેમખેમ જૂનાગઢ પહોંચેલ હતી. દહેગામ ખાતે દીકરી મળતા, દહેગામ પોલીસ સ્ટેશનના પીઆઈ જયદીપસિંહ રાઠોડ તથા સ્ટાફ દ્વારા જૂનાગઢ જાણ કરવામાં આવેલ અને દીકરીની સાર સંભાળ રાખી, જમાડી, પોલીસ સ્ટેશનમાં જ રાખવામાં આવેલ હતી. જૂનાગઢ પોલીસ દ્વારા મદદ કરી, અરજદાર સિનિયર સિટીઝનની દીકરીને હેમખેમ જૂનાગઢ પહોંચાડતા, સિનિયર સિટીઝન અરજદાર દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, અરજદારને હવેથી તકેદારી રાખી, દીકરીની સારસંભાળ રાખવા વિનંતી કરવામાં આવેલ હતી. અરજદારને પોલીસનો આવો અનોખો અનુભવ થતા, ભાવવિભોર થયા હતા. જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી જૂનાગઢ પોલીસ દ્વારા સિનિયર સિટીઝન અરજદારને સામજિક પ્રશ્નમાં મદદ કરી, સુખદ અંત લાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કર્યું હતું.