Wednesday, June 7

જૂનાગઢ કલેકટરનાં અધ્યક્ષસ્થાને મહેસુલ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ

0

જૂનાગઢ જિલ્લા કલેક્ટર રચિત રાજના અધ્યક્ષસ્થાને મહેસુલ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી. કલેકટર કચેરી ખાતે યોજાયેલ આ બેઠકમાં રચિત રાજે આરએફએમએસ અંતર્ગત સરકાર, અરજદારના કાગળનો સમય મર્યાદામાં નિકાલ કરવા, જમીનને લગત કેસ, સમાજ સુરક્ષા હસ્તકની વિવિધ યોજનાઓ જેવી કે, વિધવા સહાય યોજના, વૃદ્ધ પેન્શન સહાય યોજના, રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના સંબંધી કામગીરીનો અહેવાલ ઇ ધારા હેઠળ જમીનની નોંધ, વારસાઈ એન્ટ્રી પેન્ડિંગ ન રાખવા તેમજ સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા શાખાના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત આગામી વિધાનસભા ચૂંટણીને લઈને ચૂંટણી શાખાની કામગીરી, આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે થતી કામગીરીની સમીક્ષા પણ કરી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

error: Content is protected !!