જૂનાગઢ શહેરનાં વિવિધ વિસ્તારોમાં ઠેર-ઠેર ભવ્ય સબીલોનું આયોજન : તાજીયા-અલમનાં જુલુસ માટે લોકોમાં ભારે ઉત્સાહ

0

જૂનાગઢ શહેર જીલ્લામાં શહાદતનાં પર્વ મોહર્રમને મનાવવા માટે મુસ્લીમ બિરાદરો-અકીદતમંદોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. દરમ્યાન છેલ્લા બે વર્ષથી કોવિડને કારણે ઉજવણી શકય બની ન હતી પરંતુ આ વખતે આવી કોઈ મુશ્કેલી ન હોય, તહેવારો મનાવવા માટે લોકો થનગની રહ્યા છે. કરબલાનાં અમર શહીદોની યાદીમાં છેલ્લા ૧૪૦૦ વર્ષથી મુસ્લિમ બિરાદરો દ્વારા મોહર્રમ માસમાં તાજીયાનાં જુલુસ, સેઝ, સબીલ, ધાર્મિક પ્રર્વોચનો, ન્યાજ-પ્રસાદનાં આયોજનો કરીને શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવે છે. તે પરંપરા અનુસાર, જૂનાગઢ શહેરમાં જેલ રોડ, સુખનાથ ચોક, જાલોરાપા, હુસેની ચોક, ભાટીયા ધર્મશાળા રોડ, ચીતાખાના, ઢોલ રોડ, વંથલી દરવાજા વિસ્તારમાં નયનરમ્ય સબીલો બનાવવામાં આવી છે. તેમજ લાઈટ-ડેકોરેશન દ્વારા કલાત્મક સબીલોનું આયોજન થયું છે. વિવિધ વિસ્તારોમાં દરરોજ સાંજે ન્યાઝ, શરબતનું વિતરણ કરવામાં આવે છે. આગામી શનિવારે રાત્રે શહેરમાં અલમ શરીફનું જુલુસ નીકળશે. જયારે મંગળવાર અને બુધવારે તાજીયાનાં જુલુસ નીકળશે જે માટે તડામાર તૈયારી થઈ રહી છે. જૂનાગઢ શહેર-જીલ્લામાં પ૦થી વધુ તાજીયા નીકળે છે. વહીવટી તંત્ર અને પોલીસ તંત્રનો સુંદર સહકાર પ્રાપ્ત થઈ રહ્યો છે.

error: Content is protected !!