જૂનાગઢ શહેર તથા વિવિધ વિસ્તારોમાં તહેવારો દરમ્યાન મોટાપાયે જુગાર ઠેક-ઠેકાણે ચાલતો હોવાની બાતમીનાં આધારે પોલીસ દ્વારા જુગાર અંગે દરોડા પાડવામાં આવી રહેલ છે. દરમ્યાન બી ડીવીઝન પોલીસે ચોબારી રોડ, મોનાલીસા પાર્ક પાસે, ઈસ્કોન એપાર્ટમેન્ટનાં પાર્કિંગમાં જાહેરમાં જુગાર રમતા ૪ મહિલાઓને રૂા.૪,૭૪૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. આ ઉપરાંત વિસાવદર પોલીસે ગઈકાલે ચોક્કસ બાતમીનાં આધારે સરસઈથી સત્તાધાર જતા રસ્તા ઉપરથી જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને રૂા.૧૦,પ૪૦ની રોકડ મતા સાથે ઝડપી લઈ તેમનાં સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરી છે. આ ઉપરાંત લરીયા ગામે પોલીસે પાડેલા જુગાર દરોડામાં ૬ શખ્સોને રૂા.૧ર,૭પ૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે. જયારે બિલખા ખાતે ધર્મશાળા પાછળ જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સોને રૂા.૩,૯ર૦ની રોકડ સાથે ઝડપી લીધા છે. આ ઉપરાંત કેશોદનાં અજાબ ગામેથી ૭ શખ્સોને રૂા.૧૪,૩૦૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી છે.
આ ઉપરાંત કેશોદ ખાતે ૬ મહિલા સહિત ૧૪ને જાહેરમાં જુગાર રમતા રૂા.૧ર,૩૬૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી
છે.