જૂનાગઢ સહિત વિવિધ વિસ્તારોમાં ઠેર-ઠેર જુગાર દરોડા

0

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં જુગારની મોસમ પુર બહારમાં ખીલી છે ત્યારે અનેક સ્થળોએ પોલીસે જુગાર અંગે દરોડા પાડેલ છે અને અનેક લોકોને ઝડપી લીધા છે. પોલીસનાં જણાવ્યા અનુસાર, બી ડીવીઝન પોલીસે જાેષીપરા, ગોપલવાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા ૬ મહિલાઓને રૂા.૪,૩૮૦ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લીધેલ છે. જયારે એ ડીવીઝન પોલીસે ગોધાવરની પાટી નજીક ખાણ ફળીયા પાસેથી જુગાર રમતા ૪ શખ્સોને રૂા.૧૦,૭૦૦ની રોકડ સાથે ઝડપી લેવામાં આવેલ છે. આ ઉપરાંત બી ડીવીઝન પોલીસે જાેષીપરાનાં આદીત્યનગર-ગણેશનગર નજીકથી ૧ મહિલા સહિત પને જાહેરમાં જુગાર રમતા રૂા.૪૦૪૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત ભવનાથ પોલીસે ભવનાથ વિસ્તારમાંથી જુગાર અંગે દરોડો પાડી ૪ શખ્સોને રૂા.૭ હજારની રોકડ સાથે ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત શીલ પોલીસે મીતી ગામ પાસેથી જાહેરમાં જુગાર રમતા ૪ શખ્સોને રૂા.૧૦,પ૮૦ની રોકડ સાથે ઝડપી લીધા છે જયારે ૪ શખ્સો નાશી છુટતા તેનાં વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત મળીયાહાટીનાં પોલીસે જુથળ ગામેથી ૩ શખ્સોને રૂા.૧૬,૧ર૦નાં મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધા છે. માણાવદર પોલીસે નાનડીયા ગામેથી ૮ શખ્સોને રૂા.૧૬,૧૯૦ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લીધા છે. માંગરોળ પોલીસે જુગાર રમતા ૩ શખ્સોને રૂા.૩ર૩૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે. વંથલી પોલીસે કણજા ગામ ખાતેથી જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સોને રૂા.૧૩,૧૮૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે. જયારે માણાવદર પોલીસે ૬ શખ્સોને રૂા.૪૦,૯૦૦નાં મુદ્દામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધા છે. આ ઉપરાંત કેશોદ પોલીસે રાણીગપરા ગામેથી ૧૦ શખ્સોને રૂા.૧ર,પ૪૦નાં રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે. જયારે ભેંસાણનાં છોડવડી ગામેથી ૬ શખ્સોને રૂા.પ૭,૬૩૦નાં રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. વિસાવદર પોલીસે વેકરીયા ગામેથી પ શખ્સોને રૂા.૧૦,૧૩૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે.

error: Content is protected !!