જૂનાગઢ એસઓજીનાં એએસઆઈ એમ.વી. કુકડીયા તથા એ.સી. વાંકને મળેલ બાતમીનાં આધારે એક ઈસમ પોતાનાં કબ્જામાં પ્રતિબંધિત નાર્કોટીકસ પદાર્થ લઈ સિલ્વર કલરની સ્પેલન્ડર મોટર સાયકલ ઉપર મજેવડી દરવાજાથી ગિરનાર દરવાજા તરફ પસાર થનાર છે આથી એસઓજીએ ઈરફાન હનીફ કુરેશીને સિધ્ધનાથ મંદિર તથા ભરડાવાવ વચ્ચે આવેલ પુલ પાસેથી ચરસનાં જથ્થા ૧.૦૧પ કિ.ગ્રા. મોબાઈલ-૧ મોટરસાયકલ-૧ મળી કુલ રૂા. ૧,૭૭,રપ૦નાં મુદામાલ સાથે ઝડપી લીધેલ છે.