નાના પીરબાવા પૂ.ગણપતગીરીબાપુને સમાધી અપાઈ : સંતો, સેવકોની હાજરી

0

અંબાજી મંદિર ગિરનાર તથા ગુરૂ દત્તાત્રેય અને નિલકંઠ મહાદેવના મહંત નાનાપીરબાવા શ્રી ગણપતગીરીબાપુ કૈલાસવાસ પામતા પુજ્ય સંતની સમાધિ માટે પાલખી યાત્રા નિલકંઠ મહાદેવ મંદિરેથી ગિરનાર દરવાજા સમાધિ સ્થળે આવતા અનેક ભક્તો સેવકો દ્વારા પુજ્ય બાપુના અંતિમ દર્શન કર્યા હતા. નાનાપીરબાવાના શિષ્ય હિમાંશુગીરીએ પુજ્ય બાપુના પાર્થિવદેહનું પુજન કર્યુ હતું. આ પાલખી યાત્રામાં પુજ્ય તનસુખગીરી બાપુ, મહંત ઈન્દ્રભારતી બાપુ, મહેન્દ્રગીરી બાપુ, મહેશગીરીબાપુ, વૈજનાથ બાપુ, યોગીભાઈ પઢીયાર, બટુકભાઈ મકવાણા, રમેશભાઈ બાવળીયા તથા દશનામ સાધુ સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી નાના પીરબાવા ગણપતગીરીબાપુને શ્રધ્ધાંજલી આપી હતી.

error: Content is protected !!