આજે શ્રાવણ માસનો ત્રીજાે સોમવાર, શિવમંદિરોમાં વિશેષ શણગાર

0

શ્રાવણ માસનો પવિત્ર દિવસોમાં ભગવના શીવજીની ભકિતમાં ભાવિકો લીન બની ગયા છે. આજે શ્રાવણ માસનો ત્રીજાે સોમવાર હોય, સવારથી જ પૂજન, અર્ચન, આરતી સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જૂનાગઢ શહેરમાં આવેલા વિવિધ શીવાલયોને શણગારવામાં આવ્યા છે. જયારે રામેશ્વર મહાદેવ મંદિર, ચોકસી બજાર, માંડવી ચોક પાસે, મોચી બજાર ખાતે આવેલા આ મંદિરમાં શ્રાવણ માસનાં ત્રીજા સોમવાર તેમજ સ્વાતંત્ર પર્વ પણ આજે હોય તે નિમિતે રામેશ્વર મહાદેવ મંદિરમાં ૧પમી ઓગસ્ટની થીમ દ્વારા શણગાર કરવામાં આવેલ છે અને ભાવિકો દર્શનનો લાભ લઈ રહ્યા છે.

error: Content is protected !!