દેશની આઝાદીની ૭૫ મી વર્ષગાંઠે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનથી સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યુ છે. ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાંનિધ્યે યાત્રાધામમાં હર ઘર તિરંગા અભિયાનને આત્મસાથ કરાઈ રહ્યુ છે. સોમનાથમાં જ્યાં જુઓ ત્યાં દરેક ભવન ઉપર ત્રિરંગો ફરકતો જાેવા મળી રહ્યો છે. જેથી ધર્મભક્તિ અર્થે આવતા તમામ ભાવિકો યાત્રાધામમાં દેશભક્તિની અનુભૂતિ કરતા જાેવા મળે છે. પ્રધાનમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગા ઝુંબેશ દ્વારા દરેક ભારતીયને એકતાના તાંતણે જાેડાવા અપીલ કરી
હતી.