જૂનાગઢ શહેરમાં પોલીસ તંત્ર દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

0

ચાલુ વર્ષે ભારત સરકાર દ્વારા અઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થયેલ હોય, આઝાદી કા અમૃત મહોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકારના વિભાગો દ્વારા અલગ-અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જે અનુસંધાને તાજેતરમાં ૧૫મી ઓગષ્ટના તહેવાર દરમ્યાન હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. તાજેતરમાં ૧૫મી ઓગષ્ટના રાષ્ટ્રીય તહેવાર નિમિતે યોજવામાં આવેલ હર ઘર તિરંગા કાર્યક્રમ અનુસંધાને જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ પોલીસ વિભાગ દ્વારા પણ દરેક પોલીસ સ્ટેશન, પોલીસ અધિકારીઓની કચેરીઓ તેમજ પોલીસ લાઈનમાં તિરંગા ફરકાવવાનું આયોજન કરવામાં આવેલ છે. પોલીસ વિભાગ રાષ્ટ્રભક્તિ માટે જાણીતો છે, એવા સમયે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ શહેર અને જિલ્લાના જુદા જુદા તાલુકા મથકોએ તિરંગા રેલીનું પણ આયોજન કરવામાં આવેલ છે. જે અનુસંધાને જૂનાગઢ શહેરમાં, ખુદ જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની અધ્યક્ષતામાં જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, ડીવાયએસપી આર.વી.ડામોર, જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ સમીર મંધરા, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ નીરવ શાહ, ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ હરેન્દ્રસિંહ ભાટી, ડી.બી. બડવા, આરપીઆઇ ડી.આર.વંશ, પીએસઆઈ પી.એચ.જાેશી, સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.જે.ગઢવી, તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.વી. ધોકડીયા, ભવનાથ પીએસઆઈ એમ.સી.ચુડાસમા, પીએસઆઈ બી.કે.ચાવડા સહિતના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ દ્વારા શહેરમાં વિશાળ કાફલા સાથે તિરંગા રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. આ રેલીમાં પોલીસ મોબાઈલ, મોટર સાયકલો, બેન્ડ સાથે વિશાળ કાફલામાં પોલીસ અધિકારીઓ તથા સ્ટાફ જાેડાયો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા આયોજિત તિરંગા રેલી પોલીસ હેડ ક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડ ખાતેથી નીકળી, જલારામ સોસાયટી, તળાવ દરવાજા, ગાંધી ચોક, ચિતાખાનાં ચોક, માંડવી ચોક, સુખનાથ ચોક, જેલ રોડ થઇને સરદાર પટેલ દરવાજા રેલવે સ્ટેશન ચોક ખાતે પૂરી થયેલ હતી. જૂનાગઢ પોલીસ દ્વારા આયોજિત તિરંગા રેલીનું અલગ-અલગ જગ્યાએ લોકો દ્વારા સ્વાગત કરવામાં આવેલ હતું. તિરંગા રેલીનું ચીતાખાના ચોક ખાતે કોર્પોરેટર રજાકભાઈ હાલા તથા કાર્યકરો દ્વારા, સુખનાથ ચોક ખાતે હિન્દુ-મુસ્લિમ એકતા સમિતિના બટુકભાઈ મકવાણા, વહાંબભાઈ કુરેશી સહિતના આગેવાનો દ્વારા અને સરદાર પટેલ દરવાજા ખાતે મેયર, ડેપ્યુટી મેયર તેમજ શહેર ભાજપાના પ્રમુખ પુનીતભાઈ શર્મા, અશોકભાઈ ભટ્ટ, સંજય કોટડીયા, ભરતભાઈ શિંગાળા અને ભાજપાના કાર્યકરો દ્વારા ભાવભીનું સ્વાગત કરવામાં આવેલ હતું. સરદાર પટેલ દરવાજા ખાતે જૂનાગઢ પોલીસ દ્વારા રાષ્ટ્રગાન ગાઈને ભારતમાતાની જય બોલાવી, તિરંગા યાત્રા પૂર્ણ જાહેર કરવામાં આવેલ હતી. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા હર ઘર તિરંગા કાર્યક્રમ મનભરીને ઉજવવા જૂનાગઢ વાસીઓને ભલામણ કરી હતી તેમજ કાર્યક્રમ પૂર્ણ થયે, રાષ્ટ્રીય ધ્વજ તિરંગાનું માન સન્માન જાળવવા હિમાયત કરી હતી. જૂનાગઢ પોલીસ દ્વારા યોજાયેલ તિરંગા યાત્રાને લોકોએ મનભરીને માણી હતી અને કાર્યક્રમ સફળ રહ્યો હતો.

error: Content is protected !!