આવતીકાલે જન્માષ્ટમી

0

શ્રાવણ વદ આઠમને શુક્રવાર તા. ૧૯-૮-રરનાં દિવસે જન્માષ્ટમી છે. ભારતના બધા જ પ્રમુખ કૃષ્ણ મંદિરમાં તા. ૧૯-૮-રરનાં દિવસે જ કૃષ્ણ જન્માષ્ટમી ઉજવાશે. વર્ષમાં ચાર મહાશિવરાત્રી આવે છે. કાલરાત્રી એટલે કાળી ચૌદશની રાત, મહારાત્રી એટલે મહાશિવરાત્રી, મોહરાત્રી એટલે જન્માષ્ટમીની રાત્રી, દારૂણરાત્રી એટલે હોળીની રાત્રી. આ ચાર મહારાત્રી દરમ્યાન કરેલ પૂજા-પાઠ, અનુષ્ઠાન તુરંત ફળદાયી બને છે. આમ પુરાણ પ્રમાણે પણ જન્માષ્ટમીની રાત્રીનું મહત્વ વધારે રહેલું છે. જન્માષ્ટમીની રાત્રે ૧ર વાગ્યે શ્રી કૃષ્ણ ભગવાનનું પૂજન કરવું. એક બાજાેઠ ઉપર સફેદ વસ્ત્ર પાથરી ચોખાની ઢગલી કરી દિવો કરી તેનાં ઉપર બાળગોપાલ અથવા શ્રીકૃષ્ણ ભગવાનની છબી પધરાવવી. આગળ એક પાત્રમાં ભગવાનને રાખી અને જળ પંચામૃત, સાકરવાળા દુધથી અભિષેક કરવો ત્યારબાદ ભગવાનનાં બાજાેઠ ઉપર રાખી વસ્ત્ર મુકુટ પહેરાવી અને ચંદન ચોખા કરી ફુલ અર્પણ કરી અબીલ-ગુલાલ ચડાવવા, ધુપ નૈવેદ્યમાં મીઠાઈ માખણ ધરવું અથવા દહી ધરી શકાય, આરતી કરવી, પગે લાગવું આમ ઘરનાં સભ્યો ભેગા મળી શ્રી કૃષ્ણ ભગવાનનું પૂજન કરવાથી ઘરમાં શાંતિ મળે છે અને સંપ રહે છે. તે ઉપરાંત જન્માષ્ટમીની રાત્રે ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જપ કરવાથી માનસીક શાંતિ મળે છે. ૧ અથવા ૧૧ માળા કરવી. શ્રી કૃષ્ણ ભગવાનની જન્મતિથી આઠમ અને રાત્રીનાં આઠમા પહોરમા તથા વિષ્ણુ ભગવાનનાં આઠમાં અવતાર તરીકે થયેલો. જે લોકોને જીવનમાં કામ કર્યા છતાં યશ ન મળતો હોય તો જન્માષ્ટમીની રાત્રે શ્રીકૃષ્ણ ભગવાનની છબી સામે દેવો અથવા અગરબતી કરી અને ૐ કલીમ્‌ કિષ્ણાય નમહઃ મંત્રની ૧૧ માળા કરવાથી લાભ અને યશ મળશે. જન્માષ્ટમીનાં દિવસે એકટાણુ અથવા ઉપવાસ જરૂર રહેવો.

error: Content is protected !!