જૂનાગઢ શહેર-જીલ્લામાં વ્યાપક જુગાર દરોડા

0

જૂનાગઢ શહેર અને જીલ્લામાં પોલીસે જુગાર અંગે વ્યાપક દરોડા પાડી જુગાર રમતા લોકો સામે કાર્યવાહી કરી છે. દરમ્યાન બી ડીવીઝન પોલીસે જાેષીપરા થાણા રોડ ઉપર આવેલા વ્રજભવન એપાર્ટમેન્ટ નજીકથી જાહેરમાં જુગાર રમતા ૩ શખ્સોને રૂા.૧૦,ર૧૦ તેમજ બી ડીવીઝન પોલીસે ઝાંઝરડા રોડ ઉપર આવેલા એક મહિલાનાં મકાનમાં જુગાર અંગે દરોડો પાડતા બે મહિલા સહિત સાતને રૂા.ર૭,૪૧૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે. જયારે સી ડીવીઝન પોલીસે પાઠકનગર, હુડકો પોલીસ લાઈન નજીક આવેલા એક મકાનમાંથી જાહેરમાં જુગાર રમતા ૪ શખ્સોને રૂા.૩ર,પ૧૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે. આ ઉપરાંત વિસાવદર પોલીસે મોટાકોટડા ગામેથી જાહેરમાં જુગાર રમતા ૯ શખ્સોને રૂા.૧૩,પ૯૦ની રોકડ સાથે ઝડપી લીધા છે. આ ઉપરાંત કાબરા નદીનાં કાંઠેથી જાહેરમાં જુગાર રમતા ૩ શખ્સોને રૂા.ર,૦૪૦નાં રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે. જયારે જૂનાગઢ તાલુકા પોલીસે ખામધ્રોળ રોડ ઉપર નંદનવન સ્કૂલ પાછળ, કલાપીનગરમાં જાહેરમાં જુગાર રમતા ૭ શખ્સોને રૂા.૧ર,૪પ૦નાં રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે. આ ઉપરાંત તાલુકા પોલીસે ગોકુલનગર-ર ખાતે જાહેરમાં જુગાર રમતા ૪ શખ્સોને રૂા.૮,૯૯૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે. ભેંસાણ પોલીસે જુગાર અંગે દરોડો પાડી ૩ મહિલા સહિત ૬ને રૂા.૧૦,૧૩૦ની રોકડ સાથે ઝડપી લેવામાં આવેલ છે. કેશોદ પોલીસે જાેનપુર ગામ ખાતેથી ૭ શખ્સોને જાહેરમાં જુગાર રમતા રૂા.રર,૩૦૦ સાથે ઝડપી લીધેલ છે. આ ઉપરાંત ચાંદીગઢ ગામે જાહેરમાં જુગાર રમતા વધુ ૭ શખ્સોને રૂા.૧પ,રપ૦ની રોકડ સાથે ઝડપી લેવામાં આવેલ છે. વંથલી પોલીસે શાપુર ગામેથી એક રહેણાંક મકાનમાં જુગાર અંગે દરોડો પાડી ૮ શખ્સોને રૂા.૧ર,૪ર૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. માણાવદર પોલીસે સણોસરા ગામે જુગાર અંગે દરોડો પાડતા ૭ શખ્સોને રૂા.૮,ર૯૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે.

error: Content is protected !!