જૂનાગઢ જીલ્લામાં અપમૃત્યુંનાં ૬ બનાવો નોંધાયા છે. જેમાં ગાળાફાંસો ખાઈ જીવનનો અંત આણવાનાં ૩ બનાવો બન્યા છે. પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢનાં જાેષીપરા મીતરાજ પાર્ક ખાતે રહેતા ભાવિનભાઈ કાંન્તીભાઈ ગજેરા પટેલ(ઉ.વ.૩૦) પોતાનાં ઘરે કોઈપણ કારણસર પંખા સાથે ચુંદડી બાંધી અને ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણેલ છે. આ ઉપરાંત માણાવદરનાં રઘુવીરપરામાં રહેતા જયેશભાઈ રામદેવભાઈ દાસા(ઉ.વ.૪પ)એ માનસીક બિમારીનાં કારણે પંખા સાથે નાયલોનની દોરી બાંધી ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યું થયું છે. આ ઉપરાંત વિસાવદરનાં સીરવાણીયા ગામે રહેતા ચંપાબેન ચંદુભાઈ(ઉ.વ.પપ)એ છેલ્લા બે વર્ષ પહેલા છાંતીમાં કેન્સરનું ઓપરેશન કરાવેલ અને ત્યારબાદ માનસીક રીતે બિમાર હોય અને આ બિમારીથી કંટાળી પોતાની મેળે ઝેરી દવા પી જતા તેમનું સારવાર દરમ્યાન મૃત્યું થયું છે. જયારે અન્ય એક બનાવમાં કેશોદનાં ડેરવાણ ગામે રહેતા લખમણભાઈ દેસાભાઈ ધુળા(ઉ.વ.૪પ) પોતાની વાડીએ પાણીનાં મોટર ચાલુ કરવા જતા ઈલેકટ્રીક શોર્ટ લાગતા તેનું મૃત્યું થયું છે. આ ઉપરાંત કેશોદમાં રહેતા પ્રવિણભાઈ અરજણભાઈ રૂપાવટીયા(ઉ.વ.પ૮) પોતાનાં મકાનનાં બીજા માળે છતમાં સફાઈ કરતા હતા તે દરમ્યાન લપસી જવાથી નીચે પડી જવાથી ગંભીર ઈજા થવાથી તેનું મૃત્યું થયું છે.