જૂનાગઢની સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા સાતમ આઠમના તહેવારની ઉજવણી જરૂરીયાતમંદ પરિવાર હર્ષઉલ્લાસથી કરી શકે તે માટે મીઠાઈ તથા ફરસાણ તથા રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજની કાળજાળ મોંઘવારીમાં કોઈ કોઈનું ભાવ પુછવા વાળું નથી ત્યારે જરૂરિયાતના સમયમાં સગાવ્હાલા મોઢું ફેરવી લેતા હોય છે તેવા સમયે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા અને દાતાઓના આર્થિક સહયોગ દ્વારા જેમાં ખાસ કરીને વિધવા, ત્યકતા તેમજ શ્રમિક પરિવારોની હાલત કફોડી હોય ત્યારે સાતમ આઠમના તહેવારોની ઉજવણી ગરીબ પરિવાર હર્ષઉલ્લાસથી કરી શકે તે માટે વડાલ , ભિયાળ, કેરાળા, વાલાસિમડી, મજેવડી, ગોલાધર, સુખપુર, બામણગામ વગેરે ૭૦૦ કુટુંબોને તેલની બોટલ, મોહનથાળ, તીખા ગાંઠિયા, સોનપાપડી, ચવાણું, ચાનીભુકી, ખાંડ, લોટ, ખીચડી, મમરાની થેલી, બિસ્કીટ, વેફર, સકરપારા, ફરારી ચેવડો, બટેટા વગેરેની કીટ તૈયાર કરી તેમજ સત્યમ સેવા યુવક મંડળના હોલ ખાતે અંબિકા ચોકમાં ૨૦૦ કુટુંબોને અતિ ગરીબ પરિવારોને તથા આર્થિક રીતે નબળા પરિવારના કુટુંબોને પણ સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ વાજાના માર્ગદર્શન હેઠળ સત્યમ સેવા યુવક, ગાયત્રી પરિવાર ચેરીટેબલના ટ્રસ્ટી નાગભાઈ વાળા, ડે.મેયર ગીરીશભાઈ કોટેચા, દામજીભાઈ પરમાર, પાર્થભાઈ કોટેચા, રમણીકભાઇ રાણીગા, વજુભાઈ ધકાણ, વિજયાબેન લોઢીયા, મેયર ગીતાબેન મોહનભાઈ પરમાર, હેમંતભાઈ પટેલ, પ.પુ શેરનાથબાપુ, પુ.ભીમબાપુ ઉપલા દાતાર, કે.ડી.પંડયા, અમુભાઈ પાનસુરીયા, અભયભાઈ ચોકસી, સુશીલાબેન શાહ, મુકેશભાઈ મેઘનાથી, રાજેશભાઈ લાલચેતા, શાન્તાબેન બેસ, અશોકભાઈ મંગનાણી, કિરીટભાઇ ગંગદેવ, પલાણભાઈ કુલદીપ મેઘનાથી, મનહરસિંહ ઝાલા, તારાબેન વૈઠા, તથા વસંતલાલ એન.રાજા વગેરેના આર્થિક સહયોગથી વડાલ, ભિયાળ, કાથરોટા, વાલાસિમડી, મજેવડી, ગોલાધર, કેરાળા ગામોના સરપંચોઓને સાથ સહકાર આપેલ હતો. આ તકે સંસ્થા દ્વારા તમામ ગામોના સરપંચોનો આભાર માનેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા, કમલેશભાઈ પંડ્યા, અરવિંદભાઈ મારડીયા, બટુકબાપુ, ગાડુંભાઈ ઠેસીયા, અલ્પેશભાઈ પરમાર, પ્રવિણભાઇ જાેશી, કેવલભાઈ વાજા, નાથાભાઈ કંડોરીયા, માઘાભાઈ પારઘી, મજેવડી સરપંચ સુનીલભાઈ પોકીયા, વાલાસિમડી સરપંચ દેવરાજભાઈ પરમાર, મજેવડી તાલુકા પંચાયત ઉપપ્રમુખ અરવિંદભાઈ ઘડેશીયા, વડાલ સરપંચ મનસુખભાઈ વઘેરા, ભીયાળ કેરાળાના સેવાભાવી મોનિકાબેન ભાયાણી, યોગેશભાઈ ભાયાણી વગેરેના સાથ સહકારથી આ સેવાયજ્ઞમાં ઉપસ્થિત રહી સફળ કરવામાં આવેલ હતો.