જમીયત ઉલેમા-એ-હિંદની વિરાટ ત્રિરંગા યાત્રાથી શહેર ત્રિરંગામય : જૂનાગઢ જીલ્લા જમીયત અને ધી માંગરોળ બૈતુલમાલ ફંડના ઉપક્રમે મુસ્લિમ સમાજે ભવ્ય ત્રિરંગા યાત્રા નિકળી

0

જૂનાગઢ જીલ્લા જમીયત ઉલેમા-એ-હિંદ અને ધી માંગરોળ બૈતુલમાલ ફંડના સંયુક્ત ઉપક્રમે સમગ્ર માંગરોળ મુસ્લિમ સમાજ દ્વારા સ્વતંત્રતા દિવસ નિમિત્તે શહેરમાં ભવ્ય ત્રિરંગા યાત્રા નિકાડવામાં આવી હતી. જમીયત ઉલેમા-એ-હિંદના બેનર હેઠળ સમગ્ર મુસ્લિમ સમાજની વિવિધ સામાજિક સંસ્થાઓ અને સંગઠનો, શૈક્ષણિક તેમજ ધાર્મિક ઈદારાઓ પણ જાેડાયા હતા. આ વિરાટ ત્રિરંગા યાત્રાનું માંગરોળ કોઠલિયા વિસ્તારમાંથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ‘ઈન્કલાબ જીંન્દાબાદ’, ‘આઝાદી અમર રહો’, ‘ સારે જહાંસે અચ્છા હિન્દુસ્તા હમારા’, ‘આધી રોટી ખાયેંગે લેકીન દેશ કો બચાએં ગે’ ના નારાઓ સાથે નિકળેલી ભવ્ય ત્રિરંગા યાત્રા શહેરમાં લિમડા ચોક, જુના બસ સ્ટેન્ડ, ચાર ચોકથી સેક્રેટરીએટ ઉપર પહોંચી હતી. દેશના મહાન બંધારણના ઘડવૈયા ડો. ભિમરાવ આંબેડકરની પ્રતિમા આગળ એકત્ર થઇ તમામ હોદ્દેદારો અને આગેવાનોએ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કર્યું હતું. માંગરોળના અનેક મદ્રેસાના તલબાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાંથી વિદ્યાર્થીઓ તેમજ શહેરના યુવાનો પણ ઉત્સાહભેર બહોળી સંખ્યામાં ત્રિરંગા યાત્રામાં જાેડાયા હતા. ભવ્ય ત્રિરંગા યાત્રા નિહાળવા મોટી સંખ્યામાં મહિલાઓ પણ છતો ઉપર ઉમટી પડી હતી. દરેક સ્થળે માંગરોળની દેશપ્રેમી જનતાએ ફૂલો વરસાવી ત્રિરંગા યાત્રાનું સ્વાગત કર્યુ હતું. આ તકે લોકોને સંબોધિત કરતા જીલ્લા જમીયત પ્રમુખ મૌલાના ઈબ્રાહીમ ઉદયાએ જણાવ્યું હતું કે, જ્યારે પણ દેશને જરૂરત પડી છે અમે જાન અને માલની કુરબાની આપી છે. આ દેશ બધાનો છે. દેશની સલામતી માટે દેશના બંધારણ અને સેક્યુલરિઝમને બચાવવા આજે પણ અમે અમારા પ્રાણની આહુતિ આપવા તૈયાર છીએ. જનરલ સેક્રેટરી અ. રજાક ગોસલીયાએ ત્રિરંગા યાત્રામાં જાેડાયેલા તમામ નગરજનોનો અભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જમીયત ઉલેમા-એ-હિંદ દેશની શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટે હંમેશા તૈયાર રહે છે. આવનારા દિવસોમાં પણ દેશ માટે કુરબાની આપવા તૈયાર છીએ. આપણે અર્ધી રોટલી ખાઈને પણ દેશને બચાવવાનો છે.
યુસુફ પટેલે સ્વતંત્રતા સેનાનીઓને યાદ કરીને જણાવ્યું હતું કે, લાખો શહીદોના ખૂનથી આ દેશ આઝાદ થયો છે. દેશમાં હંમેશાં હીન્દુ-મુસ્લીમ એકતા કાયમ રહે અને સ્વતંત્રતા દિવસ દર વર્ષે ધામધૂમથી ઉજવીએ તેવી દીલી દૂઆ કરીએ. આ ત્રિરંગા યાત્રામાં જમીયત ઉલેમા-એ-હિંદ જૂનાગઢ જિલ્લાના પ્રમુખ મૌલાના ઈબ્રાહીમ ઉદયા, જનરલ સેક્રેટરી અ. રજાક ગોસલીયા, બૈતુલમાલ ફંડના પ્રમુખ હનીફ પટેલ, પાલિકા પ્રમુખ મો. હુસેન ઝાલા, મુસ્લિમ સમાજના પૂર્વ પ્રમુખ યુસુફ પટેલ, ઘાંચી સમાજના પ્રમુખ મુફતી હનીફ જડા, કોંગ્રેસ શહેર પ્રમુખ હારૂન ઝાલા સહિત અનેક આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો જાેડાયા હતા. યાત્રામાં માંગરોળ પોલીસ વિભાગ પણ ઉમળકાભેર જાેડાઈને યાત્રાની શોભા વધારી હતી.
માંગરોળ પોલીસ પીએસઆઇ કે.વી. પરમાર ગર્વથી ત્રિરંગો લહેરાવતા રેલીમાં મોખરે રહ્યા હતા. જમીયત ઉલેમા-એ-હિંદ અને મુસ્લિમ સમાજે માંગરોળ પોલીસનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. મૌલાના ઈબ્રાહીમ ઉદયાએ દેશની શાંતિ, સલામતી અને કોમી એકતાની દૂઆ કરાવી યાત્રાનું સમાપન કર્યું હતું.

error: Content is protected !!