માંગરોળ લાલબાગ સીમશાળામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ દ્વારા દેશભક્તિના નારા સાથે પ્રભાત ફેરી કરી હતી. શાળાના શિક્ષક અબ્બાસભાઈ કરૂડ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ દેશભક્તિના ગીતો અને નારાઓ લગાવી ઉત્સાહભેર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી. શાળાના આચાર્ય આદમ ભાટા, શિક્ષક ભરત કામડીયા, આદીલ શેખ સહિત તમામ શિક્ષકગણે ભારે જહેમત ઉઠાવી હતી.
આ પ્રોગ્રામમાં શાળાનાં એસએમસીના અધ્યક્ષ ઈસ્માઈલભાઈ કાલવાત, ઉપાધ્યક્ષ હનીફભાઈ ગુજરાતી, પૂર્વ અધ્યક્ષ યુસુફભાઈ ઘમેરીયા, શાળાના કાર્યમાં અગ્રેસર રહેતા હાજી હારૂન બેરા અને હુસેન ચુડલી તેમજ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રોગ્રામને અંતે બાળકોને બિસ્કિટ આપવામાં આવ્યા હતા.