દ્વારકાનાં પોસીત્રા ગામમાં ૫૦ ઈંચ વરસાદ પડતા ખેડૂતોનો પાક નિષ્ફળ

0

દ્વારકા તાલુકાના પોશીત્રા ગામે ચાલુ સીઝનનો ૫૦ ઇંચ વરસાદ પડી જતા ખેડૂતો પાયમાલિની પરિસ્થિતિમાં મુકાયા છે. પોશીત્રાનાં ખેતરોમાં વરસાદી પાણીના ભરાવાથી ઉભા પાક નિષ્ફળ નિવળ્યા છે. ખાસ કરીને મગફળી જેવા પાક પાણીમાં સળી જતા ખેડૂતોની પરિસ્થિતિ કપરી બની છે. દ્વારકા તાલુકાનાં પોશીત્રા અને તેના જેવા ડઝનબંધ ગામોનાં લોકો ૮૦ ટકા ખેતી ઉપર ર્નિભર છે ત્યારે વરસાદ વધુ પડતા અતિવૃષ્ટિના હિસાબે બિયારણ ખેતરમાં નાખી દીધું અને ઉભો પાક પાણીમાં સળી જતા ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ કપરી બની છે. આવા સંજાેગોમાં પોશીત્રાનાં ખેડૂતો એકત્ર થઈને ગ્રામ પંચાયતના સરપંચને રજૂઆત કરી હતી કે, અમારી આ પરિસ્થિતિમાં અમે અમારૂ ગુજરાન કેવી રીતે ચલાવી અને બાલ બચ્ચાને કેવી રીતે નિભાવીએ ? ખેતીને લગતું આખું વર્ષ લગભગ નિષ્ફળ ગયું છે ત્યારે સરકારમાં ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને અસરગ્રસ્ત ખેડૂતોનાં ખેતરોનું સર્વે કર્યા પછી ખેડૂતોને સરકાર તરફથી સહાય મળે તે માટે ખેડૂતોએ રજૂઆત કરી હતી.

error: Content is protected !!