માંગરોળની સોપાન પ્રાથમિક શાળામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ

0

માંગરોળની સોપાન પ્રાથમિક શાળા દ્વારા ઘાંચી કોમ્યુનિટી હોલમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. પ્રોગ્રામમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત માંગરોળ પીએસઆઇ કે. વી. પરમાર હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કૃતિઓ, અને દેશભક્તિ ગીતો રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પ્રોગ્રામને સફળ બનાવવા શાળાના આચાર્ય એજાઝ ગરીબા અને સ્ટાફગણે જહેમત ઉઠાવી હતી.

error: Content is protected !!