કેનરા બેંકના કાર્યપાલક નિદેશક બૃજ મોહન શર્મા અમદાવાદ અંચલની મુલાકાતે

0

કેનરા બેંકના કાર્યપાલક નિદેશક બૃજ મોહન શર્મા બે દિવસની અમદાવાદ અંચલની મુલાકાતે આવી પહોંચતા અમદાવાદ અંચલના મહાપ્રબંધક અને અંચલ પ્રમુખ શંભુલાલે એમનું હાર્દિક સ્વાગત કર્યું હતું. કાર્યપાલક નિદેશકે બેંકની મિડ કોર્પોરેટ શાખા, કરેંસી ચેસ્ટ-ૈંૈં અને એલસીબી શાખાની મુલાકાત લઈ કર્મચારીયોને સંબોધન કર્યું. આ દરમ્યાન કાર્યપાલક નિદેશકના હસ્તે ગાંધીનગર સ્થિત ક્ષેત્રીય કાર્યાલય, રીટેલ એસેટ કેન્દ્ર અને એસએમઇ શાખાનો ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. કાર્યપાલક નિદેશકનું ગાંધીનગર ગિફ્ટ સિટી સ્થિત અંચલ કાર્યાલયમાં સમસ્ત કર્મચારીયો દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યપાલક નિદેશકે ગ્રાહકોને સંબોધન કરતાં કહ્યું કે, કેનરા બેંક ઉત્કૃષ્ટ ગ્રાહક સેવા આપીને ગ્રાહકોને સમસ્ત બેંક સેવાઓ ઉપલબ્ધ કરાવી રહી છે. કેનરા બેંક ગ્રાહકોની અપેક્ષાને અનુરૂપ બેંકિંગ ઉત્પાદ અને સેવાઓ આપી રહી છે. કેનરા બેંક ગ્રાહકોને જુદા-જુદા પ્રકારની લોન જેવી કે રીટેલ લોન, લઘુ-મધ્યમ ઉધ્યમ, નિગમિત લોન અને સરકાર દ્વારા સંચાલિત જુદી-જુદી યોજનાઓ અંતર્ગત ગ્રાહકોને સસ્તી અને સરળ હપ્તો ધરાવનાર લોન સેવાઓ પ્રદાન કરે છે. કેનરા બેંક તકનીકી ઉત્પાદ અને ઓનલાઇન બેંકિંગમાં હંમેશથી આગળ પડતી બેંક છે. ડીજીટલીકરણના આ યુગમાં કેનરા બેંક બહુ જ ઉન્નત ઓનલાઇન બેંકિંગ સેવા પ્રદાન કરી રહી છે. બધા ગ્રાહકો અમારી બેંકની મોબાઇલ બેંકિંગ એપ, ઇન્ટરનેટ બેંકિંગ, એટીએમ સેવાઓ અને બધી જ ડિજીટલ બેંકિંગ સેવાઓનો લાભ પ્રાપ્ત કરી રહ્યા છે. આ પ્રસંગે સમસ્ત કાર્યપાલકો અને કર્મચારીયોને માર્ગદર્શન આપતા કહ્યું કે, ગ્રાહકોને આપણા બેંકની દરેક ઉત્પાદોની અદ્યતન જાણકારી આપવી જાેઈએ. તેમણે કહ્યું કે, બેંકના દરેક કર્મચારીને બેંકના કારોબારના વિકાસાર્થે યોગદાન આપવું જાેઈએ અને મહત્તમ ગ્રાહકોને બેંકિંગ સેવાથી જાેડવા સફળ પ્રયત્નો કરવા જાેઈએ. ગ્રાહક સેવાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા એમણે કહ્યું કે, ગ્રાહકોની દરેક સમસ્યાને ધ્યાનથી સાંભળવું અને એમની બેંકિંગને લગતી ફરિયાદ અને સમસ્યાઓનું તરત નિરાકરણ લાવવું. એમણે બેંકના ઇનહાઉસ એસએનએ/સીએનએ ખાતા પોર્ટલ વિષે સંપૂર્ણ જાણકારી સાથે નિર્દેશ કર્યું કે, સમસ્ત સરકારી ખાતાઓને એની જાણકારી આપવી અને સરકારી ખાતાઓને આ પોર્ટલનો લાભ તરત આપવો.

error: Content is protected !!