“નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી”ના નાદ સાથે ઘેલું થયું સાળંગપુરધામ

0

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ વદ આઠમ શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તેતા.
૧૯-૮-૨૦૨૨ને શુક્રવારના રોજ પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની શુભ પ્રેરણાથી અને કોઠારી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને સવારે ૫ઃ૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા દિવ્ય શણગારઆરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવેલ હતી. શ્રી કૃષ્ણ જન્મોત્સવઅંતર્ગત સવારે ૯ઃ૩૦ કલાકે સાંસ્કૃતિક કાર્યકમમાં દેશભક્તિ ગીત-શિવનૃત્ય-મટકી ફોડવામાં આવેલ હતી. ત્યારબાદ પવિત્ર રીતે બનાવેલી કેક મંદિરના પ્રાંગણમાં કેક કટિંગ કરવામાં આવેલ હતું. તેમજ ડીજેના તાલે યુવાનો નાચીને પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ના આશીર્વચન મેળવ્યા હતાં. હનુમંત મંત્ર યજ્ઞ અંતર્ગત પવિત્ર બ્રાહ્મણો દ્વારા મંત્રો-યજ્ઞ-પૂજાપાઠ કરવામાં આવેલ હતા. રાત્રે ૯ કલાકે જિગ્નેશ બારોટ(કવિરાજ) તથા વિવેક સાંચલાના સુમધુર કંઠે ભવ્ય રાસગરબા દ્વારા ભક્તોને મંત્ર મુગ્ધ કરેલ હતા. બરાબર ૧૨ કલાકે શ્રી કૃષ્ણ જન્મની આરતી કરી ભારે ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવેલ હતી. હજારો ભક્તોએ સમગ્ર કાર્યક્રમનું જીટ્ઠઙ્મટ્ઠહખ્તॅેિ ૐટ્ઠહેદ્બટ્ઠહદ્ઘૈ – ર્ંકકૈષ્ઠૈટ્ઠઙ્મ ચેનલ ઉપર તથા પ્રત્યક્ષ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ હતો.

error: Content is protected !!