Friday, October 7

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથ મંદિરે પૂજન-અર્ચન કર્યું

0

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રાવણ માસની અષ્ટમીના પવિત્ર દિવસે દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ દાદાના ભક્તિ ભાવ પૂર્વક પૂજન અર્ચન સોમનાથ મંદિર પરિસરમાં કર્યા હતા. મુખ્યમંત્રીએ સોમનાથ મહાદેવ મંદિરે ધ્વજારોહણ કરવા સાથે રૂદ્રી, અભિષેક અને બિલ્વપત્ર અર્પણ કરી શિવજીની પૂજા, આરાધના કરી હતી. સાંસદ રાજેશ ચુડાસમા, પૂર્વ ધારાસભ્ય જશાભાઈ બારડ સહિત જિલ્લા સંગઠનના પદાધિકારીઓ તેમજ સોમનાથ ટ્રસ્ટના સચિવ અને અધિક કલેકટર યોગેન્દ્ર દેસાઈ વગેરેએ મુખ્યમંત્રીને મંદિર પરિસરમાં આવકાર્યા હતા અને પૂજા અર્ચનમાં સાથે રહ્યા હતા.

error: Content is protected !!