લાડી લોહાણા સિંધી મહિલા મંડળ જૂનાગઢ દ્વારા અમૃત મહોત્સવની ઉજવણી

0

લાડી લોહાણા સિંધી મહિલા મંડળ જૂનાગઢ દ્વારા આઝાદીના ૭૫ વર્ષ અંતર્ગત અમૃત મહોત્સવ નિમિતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સ્વામી લીલાશાહ વાડી ખાતે મહિલા મંડળ દ્વારા સ્વામી લીલાશાહની પ્રાર્થના, રાષ્ટ્રગાન, વક્તૃત્વ સ્પર્ધા, નૃત્ય, દેશભક્તિ ગીત રજુ કરવામાં આવ્યા હતા. તેમજ સમાજમાં ઘર કરી ગયેલ કુરિવાજાેને તિલાંજલિ આપવા અનુરોધ કરેલ હતો. આ સમારોહમાં મહિલાઓની બહોળી હાજરી રહેલ હતી. આ સમારોહના અતિથિ વિશેષ તરીકે ભાગચંદભાઈ સુખવાણી, લાલચંદ ગેહનાની, રમેશભાઈ શેવકાણી હાજર રહેલ હતા અને સમગ્ર કાર્યક્રમની દેખરેખ તેમજ આયોજન મહિલા પ્રમુખ નીતાબેન છતાણીએ કરેલ હતું.

error: Content is protected !!