કેશોદના બાલાગામે ‘‘ચમત્કારોથી ચેતો” કાર્યક્રમ

0

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બાલાગામ ખાતે ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા ‘‘ચમત્કારોથી ચેતો” લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. પ્રારંભે અજયભાઇ જે. વ્યાસ સ્વાગત પ્રવચન કર્યા બાદ વૈજ્ઞાનિક પધ્ધતિથી ઉદ્દઘાટન ગામના ઉપ સરપંચ બાવનજીભાઇ કુંભાણી, લખમણભાઇ વાઢીયા, હરેશભાઇ પટોળીયા, અમિતભાઇ વ્યાસ, કાંતિભાઇ ચુડાસમા, ભીખુભાઇ મોકરીયા, ધવલભાઇ વ્યાસ, હિતેનભાઇ વ્યાસ, હિતેષભાઇ રાઠોડ, રાજેશભાઇ ડાભીની ઉપસ્થિતિમાં કરાયું હતું. આ તકે જાથાના રાજયના ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ પ્રાસંગીક પ્રવચન કરી લોકોને અંધશ્રધ્ધાથી દૂર રહેવા જાગૃત કર્યા હતા. વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગોની સમજ આપી સ્થળ ઉપર નિદર્શન કરાયું હતું. એકના ડબલ, હાથમાંથી કંકુ, નિકળવું, બેડી તુટવી, હાથ માથા ઉપર દીવા રાખવા વગેરે પ્રયોગોનું નિદર્શન કરાયું હતું તે સમયની તસ્વીરો નજરે પડે છે.

error: Content is protected !!