વાપરવા માટે પૈસાની ના પાડતા કળીયુગ પોૈત્રએ દાદીમાંને લાકડી વડે માર માર્યો

0

કેશોદનાં અગતરાય ગામે કળીયુગી પોૈત્રએ પૈસાનાં મામલે દાદીમાંને લાકડી વડે માર મારી ગંભીર ઈજા પહોંચાડયાની ચકચારી ઘટના બનવા પામી છે. આ બનાવમાં પોલીસે માતાની ફરિયાદ આધારે આરોપી પુત્ર સામે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, કેશોદ તાલુકાનાં અગતરાય ગામે રામ મંદિર પાસે રહેતા પ્રવિણાબેન દિનેશભાઈ હિરાણી(ઉ.વ.પ૦)એ તેનાં પુત્ર ભાવિક વિરૂધ્ધ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, ભાવિકે તેનાં દાદીમાં જાેશનાબેન પાસેથી વાપરવાનાં પૈસા માંગેલ પરંતુ દાદીમાંએ પૈસા આપવાની ના પાડતા આરોપી ભાવિકે ઉશ્કેરાઈ જઈ દાદીમાંને લાકડી વડે માથાનાં તથા ડાબા હાથમાં માર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ બનાવમાં પોલીસે આરોપી ભાવિક વિરૂધ્ધ ગુનો નોંધી એએસઆઈ બી.એમ. ગરચરએ આગળની તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ જેલમાં લોબીમાંથી દોરી ઉપર લટકાવેલ પેન્ટમાંથી મોબાઈલ મળી આવતા ચકચાર
જૂનાગઢ જેલમાંથી ઝડતી દરમ્યાન લોબીમાંથી દોરી ઉપર લટકાવેલ પેન્ટમાંથી એક મોબાઈલ મળી આવતા ચકચાર પ્રસરી છે. આ બનાવમાં ઝડતી સ્કવોર્ડનાં જેલરએ અજાણ્યા કેદી વિરૂધ્ધ એ ડીવીઝન પોલીસમાં ગુનો નોંધાવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદની ઝડતી સ્કવોર્ડનાં જેલર ગ્રુપ-રનાં દેવશીભાઈ રણમલભાઈ કરંગીયા અને તેમની ટીમ દ્વારા જૂનાગઢ જીલ્લા જેલમાં તપાસ હાથ ધરાતા ઝડતી દરમ્યાન જેલ ખાતે સર્કલ નં.૩ની બેરક નં.ર૪ની બહારનાં ભાગે લોબીમાં દોરી ઉપર લટકાવેલ બ્લ્યુ કલરનાં જીન્સનાં પેન્ટનાં જમણી બાજુનાં ખીસ્સામાંથી કાર્બોન કંપનીનો કેએકસ૩, સફેદ કલરનો, કેમેરાવાળો, બે સીમકાર્ડની સ્પેસવાળો, બેટરી સાથેનો, સીમકાર્ડ વગરનો મોબાઈલ ફોન ચાલુ હાલતમાં મળી આવતા તે કબ્જે લેવાયો હતો અને આ અંગે એ ડીવીઝન પોલીસમાં અજાણ્યા કેદી વિરૂધ્ધ ગુનો નોંધાવતા પીએસઆઈ આર.પી. ચુડાસમાએ આગળની તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ : ૬ મહિલા સહિત ૭ જુગાર રમતા ઝડપાયા
જૂનાગઢ બી ડીવીઝન પોલીસે બાતમીનાં આધારે જાેષીપરા શાકમાર્કેટ, નવાપરા, વડલી ચોકમાં જુગારની રેડ કરતા જાહેરમાં જુગાર રમતી ૬ મહિલા અને ૧ પુરૂષ સહિત કુલ ૭ને ઝડપી લઈ રૂા.૧૦,૬૬૦ની રોકડ મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરૂધ્ધ જુગારધારા અંતર્ગત ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

મેંદરડામાંથી ૩ જુગારી ઝડપાયા
મેંદરડામાં સાતવડલા, હુસેની ચોક વિસ્તારમાં પોલીસે રેડ કરી જાહેરમાં જુગાર રમતા મામદભાઈ બાબુભાઈ મોરી, બાબુભાઈ મુળજીભાઈ મકવાણા અને નાની ખોડીયારનાં ભરતભાઈ દેવજીભાઈ સોલંકીને ઝડપી લઈ કુલ રૂા.ર,૮૪૦નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરૂધ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

માળીયા હાટીનામાં રહેણાંક મકાનમાં ચાલતી જુગારની કલબ ઝડપાઈ : ૮ની અટક
માળીયા હાટીનામાં કિસાનપરા વિસ્તારમાં પોલીસે રેડ કરી રહેણાંક મકાનમાં ચાલતી જુગારની કલબ ઝડપી લઈ ૮ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી. માળીયા હાટીના પોલીસે બાતમીનાં આધારે કિસાનપરા વિસ્તારમાં રહેતા યોગેશભાઈ ગોરધનભાઈ કરડાણીનાં મકાનમાં રેડ કરતા આ શખ્સ પોતાનાં ભોગવટાનાં રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારની કલબ ચલાવતો હોય, સ્થળ ઉપરથી પોલીસે મકાન માલિક યોગેશ ઉપરાંત સાગરભાઈ જમનભાઈ ડઢાણીયા, સુરેશભાઈ મનજીભાઈ ભાલોડીયા, નરેન્દ્રભાઈ ગોરધનભાઈ ભલાણી, અતુલભાઈ વલ્લભભાઈ ફુલેત્રા, ધર્મેશભાઈ દેવજીભાઈ ભલાણી, શૈલેષભાઈ જેન્તીભાઈ મેઘપરા અને નલિનભાઈ કુરજીભાઈ કમાણીને ઝડપી લઈ રોકડ રૂા.૪ર,૭૩૪, નાલનાં રૂા.૩,૩ર૦ અને મોબાઈલ ૬ સહિત કુલ રૂા.૭૧,પપ૪નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરૂધ્ધ જુગારધારા અંતર્ગત ગુનો નોંધી પીએસઆઈ બીે.કે. ચાવડાએ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વંથલી : દારૂની બોટલ સાથે એક ઝડપાયો
વંથલી પોલીસે કોયલી ફાટક પાસે, રોડ ઉપરથી શાપુર ગામનાં પીયુષભાઈ ધરમસિંહભાઈ સાકરીયાને વિદેશી દારૂની એક બોટલ સાથે ઝડપી લીધો હતો. આ દારૂની બોટલ શાપુરનાં જ સુરો ભીમાભાઈ ખાંભલાએ આપી હોવાની કબુલાત કરતા પોલીસે બંને વિરૂધ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વાપરવા માટે પૈસાની ના પાડતા કળીયુગ પોૈત્રએ દાદીમાંને લાકડી વડે માર માર્યો
જૂનાગઢનાં કડીયાવાડ, વણકરવાસમાં રહેતા વિભુષિતભાઈ નરેશભાઈ કટારીયા(ઉ.વ.ર૩) કોઈપણ કારણસર પોતાની મેળે એસીડ પીને પાણીનાં ટાંકામાં પડી જતા તેનું મૃત્યું નીપજયું હતું. આ બનાવમાં એ ડીવીઝન પોલીસે ખંજનભાઈ નરેશભાઈ કટારીયા(રહે.ઈવનગર)નું નિવેદન નોંધી પીએસઆઈ એન.વી. આંબલીયાએ આગળની તપાસ હાથ ધરી છે.
આર્થિક સ્થિતિ અને ઘરકંકાસથી યુવાને ગળાફાંસો ખાધો
જૂનાગઢમાં સરદારબાગ, ઝાંસીનાં પુતળા સામે, ગોવર્ધન પાર્ક-રમાં રહેતા ભરત ગોવિંદભાઈ વાઘેલા(ઉ.વ.ર૬)એ આર્થિક પરિસ્થિતિ નબળી હોય અને ઘરમાં ઘરકંકાસ થતો હોય જેથી ઘરનાં રૂમનો દરવાજાે બંધ કરી અને પોતાની મેળે ગળાફાંસો ખાઈ લેતા તેનું મૃત્યું નીપજયું હતું. આ બનાવમાં બી ડીવીઝન પોલીસે મધુબેન ગોવિંદભાઈ વાઘેલા(ઉ.વ.૬ર)નું નિવેદન નોંધી પીએસઆઈ આર.એસ. બાંટવાએ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

માણાવદર : ઝેરી દવા પી લેતા મહિલાનું મોત
માણાવદરમાં ગાયત્રી મંદિર, પાવર હાઉસ પાસે રહેતા સુનિતાબેન જયેશભાઈ સુખાનંદી(ઉ.વ.૪પ)એ ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન તેમનું મૃત્યું નીપજયું હતું. આ બનાવમાં પોલીસે જયેશભાઈ રમેશભાઈ સુખાનંદીનું નિવેદન નોંધી આ બનાવમાં આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ જી.આર. ઝાલાએ હાથ ધરી છે.
અપમૃત્યું
જૂનાગઢમાં વણઝારી ચોક વિસ્તારમાં રહેતા મેહુલભાઈ નટવરભાઈ રાતપીયા(ઉ.વ.૪૦)નું કોઈપણ કારણોસર મૃત્યું નીપજયું હતું. આ બનાવમાં બી ડીવીઝન પોલીસે મિતેશભાઈ પ્રવિણચંદ્ર પારવડાનું નિવેદન લઈ પીએસઆઈ કે.કે. મારૂએ આગળની તપાસ હાથ ધરી છે.

 

error: Content is protected !!