જૂનાગઢનાં દોલતપરામાં રહેતો શખ્સ પાસા હેઠળ જેલ હવાલે

0

જૂનાગઢનાં દોલતપરા વિસ્તારમાં રહેતા અને અસામાજીક પ્રવૃતિ કરનારા યોગેશ હરજીવનભાઈ પરમારને પાસાનાં કાયદા હેઠળ સેન્ટ્રલ જેલ લાજપોર સુરત ખાતે મોકલી દેવામાં આવેલ છે. જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરક્ષક નિલેશ જાંજડીયા, જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી અને ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈ એમ.એમ. વાઢેર તથા સ્ટાફે દોલતપરાનાં યોગેશ હરજીવનભાઈ પરમાર વિરૂધ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરી હતી અને જેને મંજુરી મળી જતા ગઈકાલે તેને ધરપકડ કરી અને લાજપોર સુરત સેન્ટ્રલ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે. ક્રાઈમ બ્રાન્ચ પણ આ કામગીરીમાં જાેડાયેલ
હતી.

error: Content is protected !!