જૂનાગઢ-ધોરાજી ચોકડી, બાયપાસ રોડ ઉપરથી ર૧૭૦ ઈગ્લીંશ દારૂની બોટલ સહિત રૂા.૩,૦૯,૦૦૦નાં મુદ્દામાલ સાથે ૩ શખ્સો ઝડપાયા

0

જૂનાગઢ તાલુકા પોલીસે ગઈકાલે જૂનાગઢ-ધોરાજી ચોકડી બાજુથી બાયપાસ રોડ ઉપર હિંગળાજ હોટલથી થોડેક આગળ જતા રોડ ઉપરથી છકડો રીક્ષા નં.જીજે-૧૧-ડબ્લ્યુ-૭૦૬૦નાં ચાલક દુદાભાઈ વિરમભાઈ ડાભી(ઉ.વ.૪૯) રહે. જેતપુર વાળાએ ભારતીય બનાવટનો પરપ્રાંતીય અલગ બ્રાન્ડનાં ઈગ્લીંશ દારૂની બોટલ નંગ ર૧૭૦ રૂા.ર,૩૧,૦૦૦ લઈ આવેલ અને આ દારૂનો જથ્થો વેરાવળનાં અક્ષય હરસુખભાઈ માલમડીનાં માણસો રાહુલભાઈ બાવનાભાઈ કોટીયા તેમજ કીરીટભાઈ નારણભાઈ કોટીયાનો મુદ્દામાલ લેવા આવતા સ્પેલન્ડર મોટરસાઈકલ નં.જીજે-૩ર-એન-પ૦૪૧, છકડો રીક્ષા તેમજ દારૂની બોટલ ર,૩૧,૦૦૦ની તેમજ મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂા.૩,૦૯,૦૦૦નાં મુદ્દામાલ સાથે ૩ આરોપી ઝડપાય ગયા હતા. જયારે અક્ષય હરસુખભાઈ માલમડી હાજર નહી મળી આવતા જૂનાગઢ તાલુકા પોલીસે તમામ સામે પ્રોહીબીશન અંતર્ગત કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢમાં એટીએમ કાર્ડ ચાલુ કરવાની લાલચ આપી અડધા લાખની ઉચાપત
જૂનાગઢનાં ટીંબાવાડી બસ સ્ટેન્ડની બાજુમાં રહેતા જીતેન્દ્રભાઈ મોહનભાઈ જસાણી પટેલ(ઉ.વ.૪૭)એ અજાણ્યા મોબાઈલ નંબર વાળા વિરૂધ્ધ નોંધાવેલ ફરિયાદમાં જણાવેલ છે કે, ઉપરોકત નંબર વાળાએ ફરિયાદીને ફોન કરી અને હિન્દીમાં વાત કરી, જણાવેલ કે, બેંક ઓફ બરોડામાંથી બોલું છું, તમારૂ એટીએમ કાર્ડ બંધ થઈ ગયું છે એટલે કાર્ડ ચાલું કરવાની લાલચ આપી, એટીએમ કાર્ડનાં નંબર તથા ઓટીપી મેસેજ લઈ ફરિયાદીનાં બેંક એકાઉન્ટમાંથી કુલ રૂા.૪૭,૯૯૬ ઉપાડી લઈ ફરિયાદી સાથે વિશ્વાઘાત અને છેતરપીંડી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા વંથલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢમાં ફેસબુક ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપી
જૂનાગઢનાં ખલીલપુર રોડ, સુભાષનગર ખાતે રહેતા રમાબેન રવજીભાઈ ડાભી(ઉ.વ.૪૦)ને વિનોદ ભરડા નામનાં શખ્સે ફરિયાદી તથા તેનાં દિકરા જતીનને ફેસબુક ઉપર બિભત્સ શખ્દ કહી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવેલ છે. બી ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢ અને મેંદરડા પંથકમાં જુગાર દરોડા
જૂનાગઢ બી ડીવીઝન પોલીસે જાેષીપરા, નંદનવન મેઈન રોડ ઉપરથી જાહેરમાં વરલી-મટકાનાં જુગાર અંગે એક શખ્સની ધરપકડ કરી અને રૂા.૧પ,ર૪૦નો મુદ્દામાલ જપ્ત કરી તેમનાં વિરૂધ્ધ કાર્યવાહી કરી છે. જયારે મેંદરડાનાં નાની ખોડીયાર ગામ ખાતેથી જાહેરમાં જુગાર રમતા પ શખ્સોને રૂા.૧,૯પ૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે.

error: Content is protected !!