જૂનાગઢ જીલ્લાનાં વધુ બે શખ્સો પાસા અંતર્ગત જેલ હવાલે

0

જૂનાગઢ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ દારૂ સહિતની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવાનાં ભાગરૂપે જૂનાગઢ જીલ્લાનાં પ્રોહિબીશન બુટલેગર વિશાલ કિશોરભાઈ માંડવીયા તથા માળીયા તાલુકાનાં ભંડુરી ગામનાં પ્રફુલ લલીતભાઈ તન્નાને પાસાનાં કાયદા હેઠળ સેન્ટ્રલ જેલ વડોદરા તથા અમદાવાદ ખાતે ધકેલી દેવામાં આવેલ છે. આ બનાવ અંગે ક્રાઈમ બ્રાંચ પોલીસે આપેલી વિગત અનુસાર જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરિક્ષક નિલેશ ઝાંઝડીયાની સૂચના તેમજ જીલ્લા પોલીસ વડા રવિતેજા વાસમ શેટ્ટીનાં માર્ગદર્શન હેઠળ અસામાજીક પ્રવૃતિ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.આ દરમ્યાન જૂનાગઢમાં વાંઝાવાડમાં રહેતા વિશાલ કિશોરભાઈ માંડવીયા (ઉ.વ.ર૪) તથા ભંડુરી ગામનાં પ્રફુલ લલિતભાઈ તન્ના વિરૂધ્ધ પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી અને જીલ્લા કલેકટર દ્વારા પાસા વોરંટ ઈસ્યુ થતાં જૂનાગઢ ક્રાઈમ બ્રાંચનાં પીઆઈ એચ.આઈ. ભાટીનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડી.જી. બડવા અને સ્ટાફે વોચ ગોઠવી અને ચોકકસ બાતમીનાં આધારે વિશાલ કિશોરભાઈ માંડવીયા રહે. વાંઝાવાડ જૂનાગઢ તથા પ્રફુલ લલિતભાઈ તન્ના રહે. ભંડુરી વાળાને ઝડપી લઈ તેનો કોવિડ ટેસ્ટ કરાવી અટક કરી વડોદરા સેન્ટ્રલ જેલ તથા અમદાવાદ જેલ હવાલે કરેલ છે.

error: Content is protected !!