જૂનાગઢનાં સરદારબાગમાં રહેતા એમીશ એમ. મેંદપરાએ મુખ્યમંત્રી, શહેરી વિકાસ મંત્રી, જૂનાગઢ મનપા કમિશ્નર અને મેયરને પત્ર પાઠવી રજુઆત કરી છે કે જૂનાગઢ શહેરની હાલત દિનબદિન અતિશય ખરાબ અને દયનીય થઈ રહેલ છે. જૂનાગઢનાં મુખ્ય માર્ગો ઉપર મગરમચ્છની પીઠ કરતા પણ મસમોટા ખાડાઓ પડી ગયેલ છે. ગમે ત્યાં રખડતા ભટકતા ઢોર, રોડની ઉપર ગટરનાં ઉભરાયેલ ઢાંકણો, અંડરબ્રીજ-ઓવરબ્રીજનાં અભાવે થતી ટ્રાફીક સમસ્યા વગેરેને લીધે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આથી જૂનાગઢ શહેરનું નામ બદલીને જૂનાગઢને બદલે ખાડાગઢ કરી આપવામાં આવે અને મનપાનો દરજજાે પરત લઈ ફરીથી નગરપાલિકામાં ફેરવી આપવામાં આવે અને જાે આ શકય ન હોય તો જૂનાગઢનાં સત્તાધીશો-અધિકારીઓને પગપાળા જૂનાગઢનાં મુખ્ય માર્ગો ઉપર ફરવા હુકમ કરવામાં આવે જેથી લોકોને ભોગવવી પડતી પીડાનો અમુકઅંશે અનુભવ કરી શકે. આથી લાગતા વળગતા સતાધીશો-વિભાગોને સુચનાઓ આપી જૂનાગઢનો યોગ્ય દિશામાં વિકાસ થાય અને લોકોને મહાનગર જેવી સારી સગવડો મળી રહે તે માટે યોગ્ય આદેશ આપવા અરજ કરી છે.