શિક્ષણ જગતમાં બહારનાં લેભાગુ ટયુશન કલાસીસોથી વાલીઓ ચેતો

0

જૂનાગઢ શહેરમાં બહારનાં ટયુશન કલાસીસોની ભરમાર ચાલી રહી છે. જેમાં ચાલુ વર્ષમાં ભારતભરમાં ખ્યાતનામ આકાશ બાયઝુસે જૂનાગઢમાં તેનું કેન્દ્ર શરૂ કરેલ છે. તેમની મસમોટી જાહેરાતો અને વાયદાઓથી ભરમાઈને જૂનાગઢ શહેરનાં રહીશ મનિષ ચિત્રોડાએ પોતાની પુત્રી વૃષિકાનું ધો. ૧૧-૧રનાં વિજ્ઞાન પ્રવાહમાં ગુજરાતી માધ્યમમાં ફેબ્રુઆરી-રરમાં રૂા. ૧ર૦૦૦ જેવી ફી ભરીને પ્રવેશ નોંધાવેલ તયારબાદ આકાશ બાયઝુસ દ્વારા ૧પ એપ્રીલ-રરથી ગુજરાતી માધ્યમની નીટની બેંચ ચાલુ થશે તેવું જણાવેલ, આમ ડીપોઝીટ તેમજ કુલ બે વર્ષની તમામ ફીના એડવાન્સ ચેકો પણ વાલી પાસેથી લઈ લેવામાં આવેલ અને કલાસીસમાં સમયસર ગુજરાતી માધ્યમની બેંચ ચાલુ ના થવા છતાં કુલ રૂા. પ૬ હજાર જેવી ફી એડવાન્સમાં વસુલ કરી લેવામાં આવેલ અને તબકકાવાર બેંચ ચાલુ થવાની તારીખો આપવામાં આવી અને જયારે વાલીને સમજાયું કે આ કલાસીસ પાસે ગુજરાતી માધ્યમનાં શિક્ષકો જ નથી, જેથી વાલીએ કલાસીસને પોતાનું રજીસ્ટ્રેશન રદ કરવા લેખીતમાં ર૦મે-રરનાં રોજ રૂબરૂમાં જાણ કરેલ અને વસુલ કરવામાં આવેલ ફી પરત કરવા જણાવવામાં આવેલ. ત્યારબાદ આજદિન સુધી વાલીને તેની ફી પરત ન મળતા અને આકાશ બાયઝુસ દ્વારા ખોટા વાયદાઓ આપ્યે રાખેલ, જેથી થાકી હારીને વાલીએ ફી પરત મેળવવા માટે જૂનાગઢનાં વકીલ તેજસ પરમાર મારફતે કોર્ટ કાર્યવાહી કરવા અને આકાશ બાયઝુસને લીગલ નોટીસ પાઠવવામાં આવેલ છે.

error: Content is protected !!