જૂનાગઢ તાલુકાનાં વડાલ નજીક કેશવ પેટ્રોલપંપની ઓફીસનાં તાળા તોડી રૂા.૧,૩૮,૭૬૦ની ચોરી

0

જૂનાગઢનાં મધુરમ બાયપાસ ઉપર રહેતા દેવાયતભાઈ જગમાલભાઈ બકોત્રાએ બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધવી છે કે, વડાલ-ચોકી વચ્ચે આવેલ ફરિયાદી તથા સાહેદની માલીકીનાં કેશવ પેટ્રોલપંપની ઓફીસનાં દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ કરી અને અલગ-અલગ ટેબલોનાં લોક તોડી તેમાં રાખેલા કુલ રૂા.૧,૩૮,૭૬૦ની ચોરી બે અજાણ્યા શખ્સો કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા જૂનાગઢ તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢનાં બામણગામ નજીકથી ૮૪ બોટલ દારૂ સાથે એક ઝડપાયો
જૂનાગઢ તાલુકા પોલીસ દ્વારા ગઈકાલે બામણગામ નજીકથી ભુટાભાઈ ઉર્ફે દેવા મેરામણભાઈ(ઉ.વ.ર૬) રહે.ઝાંઝરડા રોડ વાળાને પોતાનાં કબ્જા ભોગવટાની હ્યુન્ડાઈ વરનાં કાર નં.જીજે-રપ-એ-૭૭પપમાં ઇંગ્લીશ દારૂની મેકડોવેલ્સ કંપનીની બોટલ નંગ ૮૪ તેમજ દારૂની વેરાફેરી માટે ઉપયોગમાં લીધેલ કાર, મોબાઈલ ફોન વગેરે મળી કુલ રૂા.૧,૮૮,૬૦૦નો મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લીધેલ છે. ત્યારે દારૂનો જથ્થો પુરો પાડી નાશી જનાર રાહુલ ઓડેદરા વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે. પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ ભાયાભાઈએ બંને આરોપીઓ વિરૂધ્ધ જાતે ફરિયાદી બની ગુનો દાખલ કરેલ છે.

શીલનાં મેખડી ગામેથી જુગાર રમતા ૧૧ ઝડપાયા
શીલ પોલીસે મેખડી ગામે ગોૈશાળા વિસ્તાર નજીકથી જાહેરમાં જુગાર રમતા ૧૧ શખ્સોને કુલ રૂા.૧૦,પ૯૦ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લીધા છે. જયારે માળીયા હાટીના પોલીસ મોટી ધાણેજ ગામેથી જાહેરમાં જુગાર રમતા ૪ શખ્સોને રૂા.પ,પ૭૦ની રોકડ, મોબાઈલ ફોન ૪ વગેરે મળી રૂા.ર૧,૦૭૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ છે. આ ઉપરાંત માણાવદર પોલીસે જાહેરમાં જુગાર રમતા ૬ શખ્સોને રૂા.ર૩,પ૮૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમનાં વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢમાં જુગાર રમતી ૧ર મહિલાઓ ઝડપાઈ
જૂનાગઢમાં બી ડીવીઝન પોલીસે ઝાંઝરડા રોડ, શિવ પાર્ક, જાેગી પાર્કની બાજુમાં જાહેરમાં જુગાર રમતી ૧ર મહિલાઓને રૂા.૧૦,પ૮૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે. જયારે જૂનાગઢ તાલુકા પોલીસે પાદરીયા ગામેથી ૮ શખ્સોને રૂા.૭૮,ર૮૦નાં રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ સામે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!