જામનગર ખાતે દારૂનો સપ્લાય કરવા જતા ભાણવડના શખ્સને ઝડપી લેવાયો

0

ભાણવડ ખાતે રહેતા એક શખ્સ પાસેથી દારૂ લઈ અને જામનગર ખાતે એક વ્યક્તિને આપવા જતા રાણીવાવ ગામે રહેતા રબારી શખ્સને એલસીબી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી, ઝડપી લીધો હતો. આ પ્રકરણમાં કુલ રૂા.૩.૭૦ લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. જેમાં અન્ય બે શખ્સોના નામ પણ ખુલવા પામ્યા છે. આ સમગ્ર પ્રકરણની એલસીબી સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ગઈકાલે એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલની રાહબરી હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી અને એસ.વી. ગળચરની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમ્યાન ભાણવડ પંથકનો એક શખ્સ દારૂની ડીલેવરી કરવા માટે જામનગર તરફ જઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમી એલ.સી.બી. સ્ટાફના ભરતભાઈ ચાવડા, સજુભા જાડેજા અને મશરીભાઈ ભારવાડિયાને મળતા દ્વારકા નેશનલ હાઇ-વે માર્ગ ઉપરથી પસાર થઈ રહેલી એક સ્વિફ્ટ મોટરકાર આડે પોલીસનું વાહન મૂકી અટકાવવા છતાં આ કાર ચાલક કાર સાથે નાસી છૂટ્યો હતો. જેથી પોલીસ સ્ટાફે ઉપરોક્ત સ્વિફ્ટ મોટરકારનો પીછો કરી, ફિલ્મી ઢબે કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામ પાસે આ વાહન અટકાવ્યું હતું. જેની તલાસીમાં આ કારમાંથી વિદેશી દારૂની ૩૦૦ બોટલ મળી આવી હતી. આથી પોલીસે રૂપિયા ૧.૨૦ લાખની કિંમતનો પરપ્રાંતિય શરાબ તથા રૂા.અઢી લાખની કિંમતની સ્વિફ્ટ મોટરકાર મળી કુલ રૂા.૩.૭૦ લાખના મુદ્દામાલ સાથે ભાણવડ તાલુકાના રાણીવાવનેસ ખાતે રહેતા ભીખુ ભુટા ઘેલીયા નામના ૨૬ વર્ષના રબારી શખ્સની અટકાયત કરી હતી. આ શખ્સની પૂછપરછમાં ઉપરોક્ત દારૂનો જથ્થો તેણે ભાણવડ તાલુકાના રાણપર ગામે રહેતા અરજણ આલા કોળીયાતર નામના શખ્સ પાસેથી લઈ અને જામનગર ખાતે રહેતા મહાદેવભાઈ નામના એક શખ્સને સપ્લાય કરવા માટે નીકળ્યો હતો. આથી પોલીસે ભીખુ ભુટા રબારી સામે પ્રોહિ. એક્ટ મુજબ ગુનો નોંધી, અન્ય આરોપી રાણપરના અરજણ આલા તથા જામનગરના મહાદેવભાઈને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ સમગ્ર કાર્યવાહી એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલની રાહબારી હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી. ગળચર, સજુભા જાડેજા, ભરતભાઈ ચાવડા, કિશોરભાઈ ભાટીયા, જયદેવસિંહ જાડેજા, દેવશીભાઈ ગોજીયા, વિપુલભાઈ ડાંગર, અજીતભાઈ બારોટ, સુનિલભાઈ કાંબરીયા, નરશીભાઈ સોનગરા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા, બોઘાભાઈ કેસરિયા, અરજણભાઈ મારુ, બલભદ્રસિંહ ગોહિલ, જીતુભાઈ હુણ, જેસલસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, વિશ્વદિપસિંહ, સચિનભાઈ, અરજણભાઈ, કેતનભાઇ, વિગેરે દ્વારા કરવામાં આવી હતી.

error: Content is protected !!