ઓખા લવ જેહાદ કેસમાં ઓખાના તમામ સમાજના આગેવાનો દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યું

0

ઓખા પોલીસને ફરિયાદ કર્યા બાદ ૬ દિવસથી કોઈ પરિણામ ના આવતા દ્વારકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ઓખા ગામમાં રહેતા પ્રજાપતિ સમાજની ૧૯ વર્ષની પુત્રીને તા.૨૧-૮-૨૦૨૨ના રોજ લલચાવી-ફોસલાવી ધર્માંતર કરવાના આશયથી ઉપાડી જવાના કેસમાં ઓખાના એક યુવાન તરફ દીકરીના પરિવારને શંકા જતા આ અંગે ઓખા મંડળ પ્રજાપતિ સમાજ, ક્ષત્રિય વાઘેર સમાજ, રામાનંદી સાધુ સમાજ, ઓખા ચેમ્બર ઓફ કોમર્સ, ઓખા રબારી સમાજ, ઓખા બ્રહ્મ સમાજ, ઓખા કોળી સમાજ, ઓખા ખારવા સમાજ, ઓખા મોચી સમાજ, ઓખા વેપારી આગેવાનો બહોળી સંખ્યામાં દ્વારકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

error: Content is protected !!